જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં 24 વર્ષના યુવાનનું હાર્ટ ફેઇલ થઈ જતાં મૃત્યુ નીપજવાથી ભારે કરુણતા
Image: Freepik
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં રહેતો અને મૂળ રાજકોટનો રાજવીરસિંહ રૂપેશભાઈ ખાચર નામનો ૨૪ વર્ષનો યુવાન કે જે ગઈકાલે રાતે પોતાના ઘેર સૂતો હતો, અને તેને સવારે ઉઠાડતાં બેશુદ્ધ અવસ્થામાં જોવા મળ્યો હતો.
જેને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં ફરજ પરના તબીબે તેનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું, જેથી ભારે કરુણતા સર્જાઇ હતી.
આ બનાવ અંગે મૃતકના પિતા રૂપેશભાઈ જગુભાઈ ખાચરે મેઘપર દોડી આવી પોલીસને જાણ કરતાં મેઘપરના પોલીસ હેડ કોન્સ્ટેબલ આઈ.ડી. જાડેજા એ મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.