જામનગરમાં ઇન્દિરા કોલોનીમાં રહેતા 10 માં ધોરણના વિદ્યાર્થીનો ગળાફાંસા દ્વારા આપઘાત

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
જામનગરમાં ઇન્દિરા કોલોનીમાં રહેતા 10 માં ધોરણના વિદ્યાર્થીનો ગળાફાંસા દ્વારા આપઘાત 1 - image

image : Freepik

- માતાનું બે વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી તેના ગમમાં તેમજ અભ્યાસના ટેન્શનમાં ગળાફાંસો ખાઈ જીવ દીધો

જામનગર,તા.9 ડિસેમ્બર 2023,શનિવાર

જામનગરમાં ઇન્દિરા કોલોની વિસ્તારમાં રહેતા અને 10 માં ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આજે સવારે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવાદોરી ટૂંકાવી છે. બે વર્ષ પહેલાં માતાનું અવસાન થયું હોવાથી તેના ગમમાં તેમજ અભ્યાસના ટેન્શનમાં આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ઇન્દિરા કોલોની શેરી નંબર 11 માં રહેતા અને દસમા ધોરણમાં અભ્યાસ કરતા કુલદીપ કિશોરભાઈ વાઘેલા નામના 15 વર્ષના વિદ્યાર્થીએ આજે સવારે પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.

 આ બનાવ અંગે મૃતકના પિતા કિશોરભાઈ આલાભાઇ વાઘેલાએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમાર ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક 10 માં ધોરણમાં અભ્યાસ કરતો હતો, જેનો ટેન્શન રહેતું હોય, તેમજ તેની માતાનું બે વર્ષ પહેલાં અવસાન થયું હોવાથી તેનો પણ ગમ હોવાના કારણે ગળાફાંસા દ્વારા પોતાનો જીવ દીધો હોવાનું જાહેર થયું છે. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News