જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં 10 માસની બાળકીને ઉલટી થયા પછી સારવાર દરમિયાન અપમૃત્યુ

Updated: Jun 9th, 2024


Google NewsGoogle News
જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં 10 માસની બાળકીને ઉલટી થયા પછી સારવાર દરમિયાન અપમૃત્યુ 1 - image


Image Source: Freepik

જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં રહેતી 10 માસની બાળકીને પોતાના ઘેર ઉલટી-ઉબકા થયા પછી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પછી તેણીનું મૃત્યુ નીપજ્યું છે. જે બનાવ મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા રામજીભાઈ દાનાભાઈ મહિડાને 10 માસની પુત્રી દિપાલી, કે જેને ગઈકાલે એકાએક ઉલટી થતાં સૌપ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી, અને ત્યાં તબિયત લથડવાથી વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં ફરજ પરના તબીબે બાળકીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે બાળકીના પિતા રામજીભાઈ મહીડાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલિસે જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ બાળકીના મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News