જામજોધપૂરના સતાપર ગામે જુગારના અખાડામાં ત્રણ મહિલા સહિત નવ શખ્સ ઝડપાયા : 15.90 લાખનો મુદામાલ કબ્જે

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
જામજોધપૂરના સતાપર ગામે જુગારના અખાડામાં ત્રણ મહિલા સહિત નવ શખ્સ ઝડપાયા  : 15.90 લાખનો મુદામાલ કબ્જે 1 - image


Jamnagar Gambling News : જામજોધપુરના સતાપર ગામે સ્થાનિક પોલીસે જુગારના અખાડા પર ત્રાટકી ત્રણ મહિલા સહિત નવ શખ્સને દબોચી લીધાં હતાં અને સ્થળ પરથી રૂપિયા 15.90 લાખનો માતબર મુદામાલ કબ્જે કર્યો હતો. દરમ્યાન વાડીનો માલિક અને જુગારના અખાડાનો સંચાલક બન્ને હાજર નહીં મળી આવતા તેની શોધખોળ આરંભી છે.

પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ જિલ્લાના ઈન્દ્રા ગામે રહેતો પ્રતાપસિંહ જયવંતસિંહ ડોડિયા નામનો શખ્સ જામજોધપુર તાલુકાના સતાપર ગામે બહાદૂર કરશનભાઈ પરમારની વાડીના રૂમમાં પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો હોય તેવી બાતમીના આધારે સ્થાનિક પોલીસે અહીં દરોડો પાડી ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા દેવાયત કુંભાભાઈ આંબલિયા, રણજિતસિંહ દેવીસિંહ રાઠોડ, હરદાસ કરશનભાઈ ડાંગર, ધરમણ ઉકાભાઈ જીલરિયા, મિલન અશ્વિનભાઈ ડવ, ઈબ્રાહિમ ઓસમાણ સંધી નામના 6 શખ્સની ધરપકડ કરી હતી અને હેતલબેન જગદિશભાઈ ગોસાઈ, સરોજબેન વિજયસિંહ જાડેજા, જયાબેન કરશનભાઈ મેર નામની ત્રણ મહિલાને આ ગુનામાં નોટીસ આપી હતી. જ્યારે અખાડાનો સંચાલક પ્રતાપસિંહ ડોડિયા અને બહાદૂર કરશનભાઈ પરમાર નામના બન્ને શખ્સ હાજર નહીં મળી આવતા તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે જુગારના આ દરોડા દરમ્યાન રૂપિયા 1.08 લાખની રોકડ રકમ તથા રૂ.81 હજારની કિંમતના 9 નંગ મોબાઈલ ફોન, રૂ.14 લાખની કિંમતની બે મોટર સહિત કુલ મળી રૂપિયા 15.90 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.


Google NewsGoogle News