જામનગરમાં ટ્રાફિક ઝુંબેશ દરમિયાન ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરવા બદલ 8 બસ અને 3 ઇકો કાર ડિટેઇન
જામનગર,તા.14 માર્ચ 2024,ગુરૂવાર
જામનગર શહેરની ટ્રાફિક શાખા દ્વારા ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરનારા વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે, અને ગઈકાલે સાત રસ્તા સહિતના વિસ્તારમાં ઝુંબેશ હાથ ધરીને ગેરકાયદે રીતે મુસાફરોની હેરાફેરી કરી રહેલા વાહનો પૈકી આઠ બસ અને ત્રણ ઇકો કારને ડિટેઇન કરી લેવામાં આવી છે, જેઓ પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
જામનગરમાં સુમેર કલબ, સાત રસ્તા વિસ્તારમાં મોટા ખાનગી વાહનોના પાર્કિંગ થી ટ્રાફિક સમસ્યા ઉભી થતી હોવાથી એસ.પી પ્રેમસૂખ ડેલુની સૂચના થી તેમજ શહેર ડી.વાય.એસ.પી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ ટ્રાફિક પી.આઈ એમ.બી.ગજ્જર, પો.સબઈન્સ. આર.એલ.કંડોરીયા અને આર.સી. જાડેજા તેમજ ટ્રાફિક સ્ટાફ સાથે રહી સાત રસ્તા વિસ્તારમાંથી ટ્રાફિકને અડચણરૂપ કુલ 8 બસો તેમજ 3 ઈકો વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા.