જામનગર જિલ્લામાં શ્રાવણીયો જુગાર પુર બહારમાં : જુગારના 15 દરોડામાં 12 મહિલા સહિત 78 જુગારીઓ ઝડપાયા
Jamnagar Gambling News : જામનગર જિલ્લામાં શ્રાવણિયો જુગાર દિવસેને દિવસે ખિલતો જાય છે. ત્યારે ગઈકાલે પોલીસે જિલ્લામાં જુદા જુદા સ્થળોએ કુલ 15 દરોડાઓ પાડયા હતા. જેમાં 12 મહિલા સહિત 78 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે આ દરોડા દરમ્યાન 11 શખ્સો ભાગી છૂટયા હોય તેઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે પોલીસે કુલ રૂપિયા 2.92 લાખની રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.
લાલપુર તાલુકાના સેવક ભરૂડિયા ગામે સીમ વિસ્તારમાં તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ અરજણભાઈ જેઠાભાઈ ચાવડા, સંજય બાબુલાલ તલાવડિયા, અલ્લારખા ઓસમાણ ગજણ, ભરત ભગવાનજી હરિયા, જેસાભાઈ દેવાભાઈ વરૂ, બીટુભાઈ આલાભાઈ ગોજિયા સહિત 6 શખ્સોની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂા.1,10,000 કબ્જે કર્યા છે.
આ ઉપરાંત લાલપુરમાં રખેશ્વર સોસાયટીમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ જયદીપ હસમુખભાઈ પાડલિયા, જયેશ હસમુખભાઈ પાડલિયા અને સલીમ પ્યારઅલી ખ્વાજા નામના ત્રણ શખ્સો ગંજીપના વડે જુગાર રમી રહયા હતા. જેને પોલીસે ઝડપી લઈ તેઓની પાસેથી રોકડ રૂા.11,710 કબ્જે કર્યા છે.
જ્યારે લાલપુર નજીકના વેરાવળ ગામે જલારામ ચોકમાં હરિલાલ ઓધવજીના મકાનની સામે તીનપતી નામનો જુગાર રમતા નાજા દેવાભાઈ તારિયા, વિપુલ લાલાભાલ તારિયા, ઉમેદ નુરૂદીનભાઈ હેમનાણી, હકાભાઈ બાપાભાઈ ટોયટા, મનિષ મોહનભાઈ કાથડિયા, હરિશ લાખાભાઈ ટોયટા, હેમત નાગદાનભાઈ ચાવડા, ભરત ચુનિલાલ રાયઠઠ્ઠા અને સંજય અરશીભાઈ ચોયા નામના નવ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.56,470ની રોકડ રકમ કબ્જે કરી હતી.
તેમજ લાલપુર તાલુકાના સાજડિયારી ગામે સીમ વિસ્તારમાં તીનપતી નામનો જુગાર રમતાં રફિક અલીમામદ નોયડા, તૌફિક અલીમામદ નોયડા નામના બે શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.10,230 કબ્જે કર્યા છે. જ્યારે ઈકબાલ મુંગરભાઈ નોયડા, સીરાઝ હુસેનભાઈ નોયડા, સલીમ ઉમરભાઈ સમા અને મનસુખ તાળા નામના 6 શખ્સો નાશી જતા તમામને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત ધ્રોલ પંથકમાં જુગારના ચાર દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં ધ્રોલ નજીકના લૈયારા પાસે જૂના રેલવે કવાર્ટરની બાજુમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ ઈસ્માઈલ અબ્બાસભાઈ ખેરાણી, માનસીંગ રઘુભાઈ વાઘેલા, ઈસ્માઈલ હાસમ ખીરા અને વલીભાઈ આમદભાઈ બાબવાણી સહિત ચાર શખ્સોની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂા.24,200 કબ્જે કર્યા હતા.
જ્યારે લૈયારા ગામની સીમમાં અશોકસિંહ ઘનશ્યામસિંહ જાડેજાની વાડીની બાજુમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ અશોકસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઈન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ હરદેવસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ મનોજસિંહ જાડેજા, શિવભદ્રસિંહ બટુકસિંહ જાડેજા, ડાયાભાઈ ભીખાભાઈ પઢિયાર, પૃથ્વીરાજસિંહ વિક્રમસિંહ જાડેજા અને કુલદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના આઠ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.12,750 કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત ધ્રોલના લતીપર ગામે પરા વિસ્તારમાં મેરૂભાઈ માલકિયાના મકાન પાસેના ચોકમાં તીનપતિ નામનો જુગાર રમી રહેલ વિજય મેરૂભાઈ માલકિયા, નવઘણ ભૂંડિયા, સુરેશ હરજીભાઈ ઝુંજા, પીન્ટુ દંતેસરીયા, અભય રમણિકભાઈ માલકિયા, સંજય ઓધવજી સરવૈયા અને રવિ જીવણભાઈ દંતેસરીયા નામના સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.4460 કબ્જે કર્યા છે.
જયારે વાંકિયા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ મહેશ રામજીભાઈ ગડારા, દેવશી ટપુભાઈ ગડારા, આંબાલાલ ગાંડુભાઈ ગડારા, હરખાભાઈ મૂળજીભાઈ સંતોકી, લંઘારામ દેવજીભાઈ ભીમાણી, પડવીરસિંહ પ્રવીણસિંહ જાડેજા અને સિધ્ધરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા નામના સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.10,250 કબ્જે કર્યા છે.
જ્યારે જામનગર તાલુકાના નાઘુના ગામે ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં રોનપોલીસ નામનો જુગાર રમી રહેલ માછજી કરમશી સવાસળિયા, વિશાલ દામજી દલસાણિયા, પરબત ડાયાભાઈ દલસાણિયા અને શૈલેષ મેરૂભાઈ દલસાણિયા નામના ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રૂા.3080 કબ્જે કર્યા છે. આ ઉપરાંત નાઘુના ગામે જ જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ આશિક રાજેશભાઈ દલસાણિયા, રવિ ભૂપતભાઈ સોલંકી, પંકજ તુલસીભાઈ દલસાણિયા, રાજેશ ઝીણાભાઈ દલસાણિયા અને તુલસી કાનાભાઈ રાઠોડ નામના પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.3620 કબ્જે કર્યા હતા.
જ્યારે કાલાવડ તાલુકાના નિકાવા ગામે ગિરીશભાઈ મેંદપરાની વાડીએ તીનપતી નામનો જુગાર રમી રહેલ હિતેષ જીવરાજભાઈ બુસા, આશિષ મનસુખભાઈ બુસા, ગીરિશ રવજીભાઈ મેંદપરા, ભૌતિક જમનભાઈ તાલપરા અને પારસ વિઠલભાઈ કેશિયા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.7270 કબ્જે કર્યા હતાં.