જામનગરના 72 વર્ષીય વૃદ્ધાએ 5,000 મીટર, 1500 મીટર અને 800 મીટર દોડની માસ્ટર એટલાન્ટિક સ્પર્ધામાં જીત્યા ગોલ્ડમેડલ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
જામનગરના 72 વર્ષીય વૃદ્ધાએ 5,000 મીટર, 1500 મીટર અને 800 મીટર દોડની માસ્ટર એટલાન્ટિક સ્પર્ધામાં જીત્યા ગોલ્ડમેડલ 1 - image


Jamnagar News : જામનગરના 72 વર્ષીય વૃદ્ધાએ રમત ગમત ક્ષેત્રે અનોખી સિદ્ધિ મેળવી છે. તાજેતરમાં જ 7, 8 સપ્ટેમ્બરના રોજ નડિયાદ ખાતે યોજાયેલ માસ્ટર એટલાન્ટિક સ્પર્ધામાં 35 થી 90 વર્ષની વય મર્યાદામાં ગુજરાત રાજ્યમાંથી ઉમટી પડેલા અલગ અલગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જામનગરના સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રવિન્દ્રભાઈ જેન્તીભાઈ દુધાગરાના માતા લાભુબેન જયંતીભાઈ દુધાગરાએ 72 વર્ષની વયે 5,000 મીટર દોડ, 1500 મીટર દોડ અને 800 મીટર દોડમાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે ત્યારે જામનગરનું નામ રોશન કર્યું છે સાથે-સાથે દુધાગરા પરિવારનું પણ નામ રોશન કરતા લાભુબેન આજની યુવા પેઢી માટે પણ કસરત, યોગ કરી તંદુરસ્ત રહેવા સિદ્ધિ હાસલ કરી પ્રેરણા આપી રહ્યા છે.


Google NewsGoogle News