ધ્રોલના ખારાવાડા માર્ગ પર કારમાંથી 72 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
ધ્રોલના ખારાવાડા માર્ગ પર કારમાંથી 72 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો 1 - image


Image: Freepik

જામનગર રાજકોટ હાઇવે પર ધ્રોલમાં આવેલા સ્વામિનારાયણ પાર્કની આગળના ભાગે ખારાવાડા મેલડી માતાજીના મંદિરને જોડતા રસ્તા પરથી પોલીસે કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે બે કારમાંથી દારૂની ખેપ મારવા આવતા શખ્સોને અને દારૂનો જથ્થો મંગાવનારને પકડી પાડ્યા છે. જેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

જામનગરના ધ્રોલ નજીકથી પોલીસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે હોન્ડા સિટી રજીસ્ટર નંબર જીજે ૧ એચએન ૪૫૦૯ તથા મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો કાર રજીસ્ટર નંબર જીજે ૩૩એફ ૧૯૬૧ માં ને અટકાવી તેની તલાસી લેતા કારમાંથી ૩૬,૦૦૦ ની કિંમતની ૭૨ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા સુરેન્દ્રનગરના લીમડી વિસ્તારમાં આવેલ બોડીયા ખાતે રહેતા ભગીરથસિંહ રણજીતસિંહ રેવર નામના આરોપી તેમના મિત્ર સાથે  જામનગરના ધ્રોલના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા યાસીન અબાસ ભાઈ જસરાયા અને ધ્રોલમાં જ રહેતા પુનાભાઈ હેમાભાઇ ઝાપડાને આપવા આવ્યા હોવાનું ખુલ્યું હતું. 

આ ઉપરાંત આરોપી વિપુલ ગોપાલભાઈ ગોલાતર અને રામદેવ ગીરી શંભુગીરી ગોસ્વામી તથા કૃપાલસિંહ ભરતસિંહ રેવર અને વિજયસિંહ ચંદ્રસિંહ રહેવ દારુની ખેપ મારવા આવતા પોલીસે પકડી પાડયા છે. જેમની સામે પ્રોવીબિશન ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News