જામનગર, લાલપુર અને કાલાવડમાં જુગારના 7 દરોડા : ચાર મહિલા સહિત 26 શખ્સો ઝડપાયા

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
જામનગર, લાલપુર અને કાલાવડમાં જુગારના 7 દરોડા : ચાર મહિલા સહિત 26 શખ્સો ઝડપાયા 1 - image


Gambling News Janmnagar : શ્રાવણ માસની હવે ગણતરીના દિવસો બાકી રહયા છે. તે પહેલાં જુગારી તત્વોએ બાજી મારવાનું શરૂ કરી દીધું છે. જયારે બીજીબાજુ પોલીસતંત્ર પણ સતર્ક થઈ ગયું છે અને જુગારી તત્વો પર દરોડાઓ પાડવાનું શરૂ કરી દીધું છે. ગઈકાલે જામનગર, કાલાવડ અને લાલપુરમાં જુગારના જુદા-જુદા સાત દરોડાઓ પાડી 4 મહિલા સહિત 26 શખ્સોને ઝડપી લીધાં છે. તેઓ પાસેથી ૩૩ હજારની રોકડ રકમ કબ્જે કરી છે.

જામનગરમાં સાધના કોલોનીમાં આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડના એ વિંગના બીજા માળે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જયાં તીનપતી નામનો જુગાર રમી રહેલા દર્પણ ગિરીશભાઈ પાડલિયા, રઝિયાબેન સતારભાઈ ઓડિયા, દમયંતિબેન માલદેભાઈ પાતરા, જયોતીબેન રવિભાઈ કબીરા અને વંદનાબેન નિલેશભાઈ દોરૂ સહિત પાંચેય શખ્સોની રૂ.10,130ની રોકડ સાથે અટકાયત કરી હતી.

આ ઉપરાંત લાલપુર તાલુકાના ટેભડા ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા વિજય ચનાભાઈ રાઠોડ, દિનેશ આલાભાઈ વાઘ, રામજી પાલાભાઈ ચાવડા અને હસમુખ ધનાભાઈ વાઘ નામના ચાર શખ્સોની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂપિયા 10,030 કબ્જે કર્યા છે.

જ્યારે કાલાવડ તાલુકાના નાગપુર ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જયાં રોન પોલીસ નામનો જુગાર રમતાં રવિ ભીખાભાઈ ખીંગલ, ખીમજી માવજી સીંગલ, અમરશી મનજીભાઈ સીંગલ, મોહન દેવાભાઈ વાઘેલા, અરજણ ડાયાભાઈ પરમાર, નરેન્દ્ર ભોજાભાઈ સીંગલ અને પ્રફૂલ્લ રમેશભાઈ સીંગલ નામના સાત શખ્સોની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂ.6350 કબ્જે કર્યા હતા.

જ્યારે જામનગર તાલુકાના ધુડશિયા ગામે સ્મશાન પાછળ વડલાના ઝાડ નીચે ગંજીપાના વડે જુગાર રમી રહેલ મહેશ જેન્તીભાઈ રાઠોડ, લાલજી ખીમજીભાઈ રાઠોડ, વિપુલ કારૂભાઈ સીતાપરા અને મહેદ્ર ડાયાભાઈ નામના સાત શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂ.3840 કબ્જે કર્યા હતા.જયારે કાલાવડના નાકા બહાર રીક્ષા સ્ટેન્ડમાં જાહેરમાં ચલણી નોટો પર એકી-બેકીનો જુગાર રમી રહેલ સરફરાઝ જાવિદભાઈ શેખ અને અસગર નઝીરભાઈ સમાની રૂ.840 સાથે ધરપકડ કરી હતી. જયારે આ જ વિસ્તારમાં સુમેર મકબુલભાઈ શેરજી અને સાહિદ અજીઝભાઈ સેતા નામના બે શખ્સો ચલણી નોટો પર એકી-બેકીનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂ.780 કબ્જે કર્યા હતા. આ ઉપરાંત કાલાવડ નાકા બહાર એમ.કે.હોટલની સામે ચલણી નોટો પર એકી-બેકીનો જુગાર રમતા સાહિલ રહીમભાઈ સેતા અને વસીમ રજાકભાઈ સેતા નામના બે શખ્સોની રૂ.1050ની રોકડ સાથે ધરપકડ કરી હતી.


Google NewsGoogle News