જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં જાહેરમાં જુગાર રમી રહેલા રાજકોટ અને કાલાવડની બે મહિલા સહિત 7 પત્તાપ્રેમીઓ પકડાયા
Image Source: Freepik
જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં ગઈ રાત્રે એલસીબી ની ટુકડીએ દરોડો પાડી કાલાવડ અને રાજકોટ પંથકના બે મહિલા સહિતના સાત પતા પ્રેમીઓને રંગે હાથ ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
આ દરોડા ની વિગત એવી છે કે એલસીબીની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર તાલુકાના ધુતારપર ગામમાં કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે એલસીબી ની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન બે મહિલા સહિતના સાત સ્ત્રી પુરુષો જુગાર રમતાં મળી આવ્યા હતા.આથી પોલીસે રાજકોટમાં રહેતી શર્મિલાબેન રમેશભાઈ જોશી તેમજ કાલાવડમાં રહેતી મનીષાબેન સંજયભાઈ સોંદરવા ઉપરાંત ધુડસીયા ગામના મુકેશ નાથાભાઈ વેકરીયા, ઉપરાંત કાલાવડ પંથકના યોગીરાજસિંહ કુંવરસિંહ જાડેજા, ધર્મેન્દ્ર પરી અશ્વિન પરી ગોસ્વામી, દિવ્યગીરી ઈશ્વરગીરી ગોસ્વામી, અને મહેન્દ્ર કરણભાઈ કારેથા સહિત સાત પત્તા પ્રેમીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા ૨૨ હજારની રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન અને બાઇક સહિત રૂપિયા 97,000ની માલમતા કબજે કરી છે.