જામનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતાં 3 મહિલા સહિત 7 જુગારીઓ ઝડપાયા
Jamnagar Gambling News : જામનગરમાં શંકર ટેકરી, ઈદ મસ્જિદ પાસે સુભાષપરા શેરી નંબર એકમાં રહેતો સાગર કાંતીભાઈ ગઢવી નામનો શખ્સ પોતાના ઘરે જુગાર રમાડતો હોય તેવી બાતમી પોલીસને મળી હતી. જેથી સ્થળ પર જઈ દરોડો પાડતાં જુગાર રમી રહેલ ત્રણ મહિલા સહિત સાત શખ્સોને ઝડપી લીધા હતા. આ ઉપરાંત શહેરના રણજિતનગર, જૂનો હૂડકોમાં જાહેરમાં જુગાર રમતાં પાંચ શખ્સોને ઝડપી લઈ રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. બન્ને દરોડામાં પોલીસે કુલ રૂપિયા 63 હજારની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.
જામનગરના શંકર ટેકરી, ઈદ મસ્જિદ પાસે, સુભાષપરા શેરી નંબર એકમાં રહેતો સાગર કાંતિભાઈ ગઢવી નામનો શખ્સ પોતાના ઘરે જુગાર રમાડતો હોય તેવી બાતમી સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફને મળી હતી. જેથી ઘટનાસ્થળે જઈ દરોડો પાડતાં તેજલબેન સાગરભાઈ ગઢવી, સાગરભાઈ કાંતિભાઈ ગઢવી, સુનિતાબેન કિશોરભાઈ રાઠોડ, લાભુબેન જિતુભાઈ સોલંકી, શંકરભાઈ ઝીણાભાઈ પરમાર, સુરેશ નારણભાઈ રાઠોડ અને જિતુભાઈ બુધાભાઈ સોલંકી નામના સાત જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 47,850ની મળી કુલ રૂપિયા 77,850નો મુદામાલ કબ્જે કર્યો છે.
આ ઉપરાંત જામનગરના રણજિતનગર, જૂનો હૂડકો, મકાન નંબર 1007 પાસે ઘોડીપાસાનો જુગાર રમી રહેલ વિપુલ લાભશંકર લવા, વિજયસિંહ દેવુભા રાઠોડ, નરેશ વેણુમલ કખવાણી, અલ્કેશ રામજીભાઈ ખડોદા, કમલેશ જયેશભાઈ ઉપાધ્યાય સહિત પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 15,600 સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.