Get The App

જામનગરમાં હાઈપ્રોફાઈલ જુગાર પર LCBનો દરોડો, રૂ.2,88,500ની માલમતા સાથે 7 નબીરાઓની ધરપકડ

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
જામનગરમાં હાઈપ્રોફાઈલ જુગાર પર LCBનો દરોડો, રૂ.2,88,500ની માલમતા સાથે 7 નબીરાઓની ધરપકડ 1 - image


Gambling News Jamnagar : જામનગર શહેરમાં રોઝી પેટ્રોલ પંપ પાસે આવેલ સરદાર પટેલ આવાસમાં મસમોટો જુગાર ચાલતો હોવાની બાતમી એલસીબી સ્ટાફને મળી હતી. જેથી ઘટનાસ્થળે જઈ દરોડો પાડયો હતો. જ્યાં હાઈપ્રોફાઈલ જુગાર ચાલતો હોવાનું સામે આવ્યું હતું. જેમાં જુગાર રમી રહેલ સાત શખ્સોને ઝડપી લીધાં હતા. આ ઉપરાંત વધુ તલાશી લેતાં મકાનમાલિકના ઘરમાંથી ઈંગ્લીશ દારૂની 12 બોટલ પણ મળી આવી હતી. આથી પોલીસે તે પણ કબ્જે કરી તમામ આરોપીઓની ધરપકડ કરી કુલ રૂપિયા 2,88,500નો મુદામાલ કબ્જે કર્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગત એવી છે કે, જામનગરમાં રોઝી પેટ્રોલ પંપ પાસે આવેલ સરદાર પટેલ આવાસના બ્લોક નંબર એ–બીમાં ફલેટ નંબર 1203માં રહેતાં રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીમશીભાઈ વરૂ નામન શખ્સના મકાનમાં હાઈપ્રોફાઈલ જુગાર ચાલતો હોય તેવી બાતમી એલસીબીના હરદીપભાઈ બારડ તથા ૠષિરાજસિંહ વાળાને મળી હતી. આથી તેઓએ ગઈકાલે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાલિક રાજેશભાઈ ઉર્ફે રાજુ ભીમશીભાઈ વરૂ, નીતિન ધનજીભાઈ ચાવડા, વિપુલભાઈ શંકરભાઈ દામા, હમીરભાઈ ગોવાભાઈ વાળા, શૈલેષભાઈ મૂળજીભાઈ આદ્રોજા, નિલેશભાઈ ભીખાભાઈ અકબરી અને અનિરૂધ્ધભાઈ ગોરધનભાઈ ચોવટિયા નામના સાત શખ્સોને તીનપતી નામનો જુગાર રમતાં ઝડપી પાડયા હતા. તેઓ પાસેથી રોકડ રૂપિયા 1,52,000, અને 16 હજારની કિંમતના પાંચ મોબાઈલ તથા રૂ.1.20 લાખના ચાર બાઈક સહિત કુલ રૂપિયા 2,88,500નો મુદામાલ કબ્જે કરી તમામની અટકાયત કરવામાં આવી હતી.

આ ઉપરાંત પોલીસે મકાનમાલિકના રૂમની તલાશી લેતાં સંતાડવામાં આવેલ રૂા. 4800ની કિંમતની 12 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે તેમની સામે જુગારધારા તેમજ પ્રોહિબિશન સહિતના ગુના હેઠળ ધરપકડ કરી હતી.


Google NewsGoogle News