જામનગર નજીક મોરકંડા ગામ પાસે ઠંડા પીણાની દુકાન પર SOG નો દરોડો: નશાકારક પીણાની 69 બોટલો કબજે કરાઈ

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
જામનગર નજીક મોરકંડા ગામ પાસે ઠંડા પીણાની દુકાન પર SOG નો દરોડો: નશાકારક પીણાની 69 બોટલો કબજે કરાઈ 1 - image

image : Freepik

જામનગર,તા.02 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

જામનગર નજીક મોરકંડા ગામના પાટીયા પાસે આવેલી એક ઠંડા પીણાની દુકાન પર એસ.ઓ.જી. શાખાની ટુકડીએ દરોડો પાડ્યો હતો, અને નશાકારક પીણાંની 69 બોટલો કબજે કરી લઈ તેના સંચાલકની પૂછપરછ હાથ ધરી છે.

 જામનગરની એસ.ઓ.જી. શાખાની ટુકડીને બાતમી મળી હતી, કે મોરકંડા ગામના પાટીયા પાસે આવેલી હિંગળાજ પાન ઘર નામની દુકાનમાં શંકાસ્પદ પીણાંની બોટલો રાખીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે બાતમીના આધારે એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ ગઈકાલે મોડી સાંજે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન દુકાનમાંથી 69 નંગ શંકાસ્પદ નશાકારક પીણાની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂપિયા 8,970 ની કિંમતનો નશાકારક પીણાનો જથ્થો કબજે કરી લીધો છે, અને પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની નોંધ કરાવી છે, અને દુકાનના સંચાલકની વધુ પૂછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News