જામનગર જિલ્લામાં શ્રાવણિયા જુગારની મોસમ પુર બહારમાં : 11 દરોડામાં 15 મહિલા સહિત 62 ઝડપાયા

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લામાં શ્રાવણિયા જુગારની મોસમ પુર બહારમાં : 11 દરોડામાં 15 મહિલા સહિત 62 ઝડપાયા 1 - image


Jamnagar Gambling News : જામનગર જિલ્લામાં શ્રાવણિયો જુગાર બંબાટ ચાલી રહયો છે. ત્યારે લોકો પોતાનું નસીબ અજમાવવા અધિરા બન્યા હોય તેવી રીતે ઠેકઠેકાણે જુગારના હાટડાઓ ચાલી રહયા છે. તેની સામે પોલીસ પણ જુગારીઓને પકડી પાડવા મેદાનમાં આવી છે. ત્યારે બે દિવસમાં શહેર તથા જિલ્લામાં કુલ 11 દરોડાઓ પાડી 15 મહિલા સહિત 62 જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રૂ.1.17 લાખની રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામે રહેતાં જગદિશભાઈ રૂડિયાના ફળિયામાં મહિલાઓ દ્વારા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમી રહેલ ગીતાબેન અશ્વિનભાઈ અજુડિયા, શારદાબેન હસમુખભાઈ વાદી, પુરીબેન મનિષભાઈ સંઘાણી, સોનલબેન વિવેકભાઈ અજુડિયા, ઉર્વશીબેન સતિષભાઈ ઢોલરિયા, નીતાબેન નીતિનભાઈ તાલપરા, રીટાબેન જગદિશભાઈ અજુડિયા, અસ્મિતાબેન કિરીટભાઈ તાળા, વર્ષા સતિષભાઈ અજુડિયા, ધર્મીષ્ઠાબેન કિશોરભાઈ અજુડિયા, નીનાબેન વિજયભાઈ અજુડિયા અને અંકિતાબેન અજુડિયા સહિત બાર મહિલાને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 10,120 કબ્જે કર્યા હતા.

બીજો દરોડો જામજોધપુર ખાતે વિકાસ નગર પાસે આવેલ વાછરા ડાડાના મંદિર પાસે ગંજીપાના વડે જુગાર રમી રહેલા સાહિલ રમેશભાઈ સોલંકી, અજય વિકાસભાઈ સોલંકી, રણછોડ બાબુલાલ પરમાર, રાહુલ ભીમાભાઈ સોલંકીની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂ.10,130 કબ્જે કર્યા છે. 

જ્યારે ત્રીજો દરોડો જામજોધપુરના વેરાવળ ગામ પાસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલ અબ્દુલ કાસમ સમા, હાજી હાસમભાઈ રાવકરડા, આમદ મુસાભાઈ રાવકરડા, ઈસ્માઈલ કાસમ રાવકરડા અને ઈકબાલ જુસબ રાવકરડા નામના પાંચ શખ્સોની રૂ.5080 સાથે ધરપકડ કરી હતી.

આ ઉપરાંત ચોથો દરોડો જામનગરના કલ્યાણજીના ચોકમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા વીરેન મુકેશભાઈ પંડયા, જીતેન્દ્ર મૂળજીભાઈ પટેલ, બશીર રહીમભાઈ મેતર, નરસીગર જેઠીગર ગોસાઈ, નરેન્દ્રસિંહ છત્રસિંહ ઝાલા અને ગગુભાઈ માણસુર છૈયા નામના છ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂ.48,600 કબ્જે કર્યા છે.

જ્યારે પાંચમો દરોડો જામનગરના સાધના કોલોનીમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલ સુનિલ વિનોદભાઈ પંડયા, દક્ષાબા જબ્બરસિંહ રાઠોડ અને આરતીબેન અતુલભાઈ જોષી નામની ત્રણ વ્યકિતઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂ.2650 કબ્જે કર્યા છે.

આ ઉપરાંત છઠ્ઠો દરોડો લાલપુર ખાતે ધરારનગર ધાર પાસે આવેલા દશામાના મંદિર પાછળ ગંજીપના વડે જુગાર રમી રહેલ માધાભાઈ સાજણભાઈ બગડા, નુરબાઈ આમદભાઈ ભટી, કુલશમબેન હનિફભાઈ નોતિયાર સહિત ત્રણ વ્યકિતની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂપિયા 4010 કબ્જે કર્યા છે.

સાતમો દરોડો જામનગરના ગોકુલ નગર શિવ નગરમાં જાહેરમાં ગંજીપાના થી જુગાર રમતા પીઠાભાઈ સામતભાઈ કનારા, ખીમાભાઈ સામતભાઈ ગાગીયા, રાજેશ વલ્લભભાઈ જોષી, મૂળજીભાઈ ભીમજીભાઇ ઠાકર અને હરસુખભાઈ મોહનભાઈ જોગિયાને રૂ.7480ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડયા હતા.

જુગારનો આઠમો દરોડો લાલપુરમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમી રહેલા ઇમરાન હાજીભાઈ લાખા, અહેમદ  હુસેનભાઇ ધુંધા, મોહમ્મદ આવેશ શબ્બીર હસાનિયા અને અલીમામદ ચંનાણીને રૂ.15500ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા.

જુગાર અંગેનો નવમો દરોડો જોડિયા તાલુકાના જીરાગઢ ગામની સીમમાં પાડવામાં આવ્યો હતો. અને અહીંથી જુગાર રમી રહેલા કિસન લાલજીભાઈ અદારીયા, રાહુલ ભીમાભાઇ અદારીયા, કૈલાશ અવચરભાઈ અદારિયા, સુરેશ રમેશભાઈ દેલવાણીયા વસંતભાઈ દામજીભાઈ ચૌહાણ મેરા ભાઈ દેવાભાઈ ગમારા અને ચિરાગ મનસુખભાઈ બાબરીયાને રૂ.10960 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા .

જ્યારે જુગારનો દસમો દરોડો જામનગરના 40- દિ.પ્લોટ કમલિયા વાસમાં પાડવામાં આવ્યો હતો. અને મહેન્દ્ર પરસોતમભાઈ ગોરી, વિજય ખીમજીભાઇ કટારમલ, રાજેશ સુરેશભાઈ ગજરા તથા રાયસંગ રતનજી જાડેજાને રૂ.4550 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતા..

આ ઉપરાંત અગિયારમો દરોડો જામનગરના બેડી વિસ્તારમાં વરલીના આંકડાનો જુગાર રમતા ઇસા દાઉદભાઈ સુંભાનિયા, મુસ્તાક હનીફભાઈ પઠાણ અને કાસમ આમદભાઈ સોઢાને રૂ.8170ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા જ્યારે હશન નુરમામદભાઈ જેડા ફરાર થઈ ગયો હતો.


Google NewsGoogle News