જામનગર જિલ્લામાં જુગારના વધુ 14 દરોડામાં 15 મહિલા સહિત 60 શખ્સ ઝડપાયા: 5 ફરાર
Image: Freepik
તહેવારને અનુલક્ષીને જામનગર પોલીસે જુગારી તત્વો ઉપર ધોંસ બોલાવી છે. ગઈકાલે ૧૪ જગ્યાએ પોલીસે જુગાર અંગેના દરોડા પાડી ૧૫ મહિલા સહિત ૬૦ શખ્સને રૂા. ર.૩૪ લાખની મતા સાથે ઝડપી લીધા હતા. જ્યારે પાંચ શખ્સ નાશી જતા શોધખોળ આદરી છે. ઉપરાંત બે મહિલાને જુગાર અંગે નોટીસ પાઠવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રથમ દરોડાની પ્રાપ્ત વિગત મુજબ કાલાવડના આણંદપર ગામે જુગાર રમતા જીતેશ બાબુભાઈ, દિનેશ ધરમશીભાઈ, સાગર ધરમશીભાઈ, ભરત વિનુભાઈ, શિવા સંગ્રામભાઈ અને અજય લધુભાઈ નામના છ શખ્સને પોલીસે રૂા. ૧૦,૩૭૦ની રોકડ તથા રૂા. ર૪,પ૦૦ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન અને રૂા. ૯૭ હજારની કિંમતના ચાર નંગ મોટર સાયકલ સહિત કુલ મળી રૂા. ૧.૩ર લાખના મુદામાલ સાથે ઝડપી લીધાં હતા.
બીજા દરોડામાં લાલપુરના આરબલુસ ગામે જાહેરમાં ગંજીપનાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમતા લલીત કરશનભાઈ, હરિલાલ દામજીભાઈ, ધીરજ ખીમજીભાઈ, કરણ નાનજીભાઈ નામના ચાર શખ્સને પોલીસે રૂા. ર૦,ર૪૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે હંસાબેન નાનજીભાઈ નામની મહિલાને નોટીસ આપી કાર્યવાહી કરી હતી.
ત્રીજા દરોડામાં લાલપુરમાં સહયોગ પાર્ક વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતી આનંદબા ગુલાબસિંહ, પારૂલબેન પરાગભાઈ, નિરૂપમા તુલસીદાસ, બાબાબા જગુભા, કાજલ દેવાણંદભાઈ, જાનકી મુકેશભાઈ, નૂતન પ્રકાશભાઈ, મીતા બીપીનભાઈ, શીલા ભરતભાઈ નામની નવ મહિલાને પોલીસે રૂા. ૧૧,ર૩૦ની રોકડ સાથે ઝડપી લીધી હતી.
ચોથા દરોડામાં જામનગરના જગા ગામે જુગાર રમતા સામત ભલા ઠુંગા, વાલજી છગન ઠુંગા અને સુરેશ વીરમભાઈ ઠુંગા નામના ત્રણ શખ્સે પોલીસે રૂા. ૪૬૭૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
પાંચમા દરોડામાં જગા ગામે અન્ય એક દરોડામાં પોલીસે જુગાર રમતા કરશન ધના, સિધા ભીમા, જીવા ભીમા નામના ત્રણ શખ્સે રૂ. ૭૭૩૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
છઠા દરોડામાં જામનગરના તમાચણ ગામે જુગાર રમતા રાજેન્દ્રસિંહ દિલુભા, કનાભાઈ દાનાભાઈ અને ભરતસિંહ દિલુભા પરમાર નામના ત્રણ શખ્સને પોલીસે રૂા. પ૩૭૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
સાતમા દરોડામાં તમાચણ ગામે જ અન્ય એક દરોડામાં પોલીસે જુગાર રમતા યશપાલસિંહ હરેન્દ્રસિંહ અને વનરાજસિંહ ગુલાબસિંહ નામના બન્ને શખ્સને રૂા. ર૮પ૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
આઠમા દરોડામાં ધ્રોલના મોટા ઈટાળા ગામે જુગાર રમતા પ્રકાશ બાબુભાઈ, અશોકસિંહ લગધીરસિંહ, વાલજીભાઈ મેઘાભાઈ, ઉમેશ દામજીભાઈ નામના ચાર શખ્સને પોલીસે રૂા. ૧૪,૩૦૦ની રોકડ સાથે ઝડપી લીધાં હતા. જ્યારે રાહુલ ગોરધનભાઈ, બુધાભાઈ નુંધવા, રવિભાઈ ડાયાભાઈ, સેજાભાઈ બટુકભાઈ અને અશોકભાઈ બાબુભાઈ નામના પાંચ શખ્સ નાશી જતાં શોધખોળ હાથ ધરી છે.
નવમા દરોડામાં જામજાેધપુરના સોનવડીયા ગામે જુગાર રમતા ભુરા મેરામણ, કરશન મેરામણ, વિઠલ પરમાણંદ, નાથાભાઈ કારાભાઈ અને સરવણ ચનાભાઈ નામના પાંચ શખ્સને પોલીસે રૂા. ૧૦,ર૩૦ની રોકડ સાથે ઝડપી લીધાં હતાં.
દસમા દરોડામાં સોનવડિયા ગામે અન્ય એક દરોડામાં પોલીસે જુગાર રમતાં જયેશ દેવાભાઈ બંધિયા, કરણ પાલાભાઈ, લાલાભાઈ બોઘાભાઈ, હેમુભા નવલસંગ, હરદાસ લખમણભાઈ અને કિશન બધાભાઈ નામના છ શખ્સને રૂા. ૧પ,૪૬૦ની રોકડ સાથે ઝડપી લીધાં હતાં.
અગિયારમાં દરોડામાં જામનગરના સુભાષ પાર્ક શેરી નંબર ચાર ખાતે જુગાર રમતી જલીબેન વીરમભાઈ, વર્ષાબેન જગદિશભાઈ, પુરીબેન કાનજીભાઈ, ડીમ્પલબેન ભીખુભાઈ, વર્ષાબેન મંગળસિંહ અને ગીતાબેન વીરમભાઈ નામની છ મહિલાને પોલીસે રૂા. ૩૩પ૦ની રોકડ સાથે ઝડપી લીધી હતી.
બારમા દરોડામાં જામનગરના કાનાલુસ ગામે જુગાર રમતાં અજય અશોકભાઈ, દિલીપસિંહ જાલમસંગ નામના બન્ને શખ્સને પોલીસે રૂા. ૯૭૦ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.
તેરમાં દરોડામાં જામનગરના નવાગામ ખાતે જુગાર રમતાં નવિન પુના, મયૂર ગોગન, રોહિત ગોગન, જયસુખ ભના અને અલ્પેશ કેશુભાઈ નામના પાંચ શખ્સને મેઘપર પડાણા પોલીસે રૂા. ર૬પ૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
ચૌદમા દરોડામાં જામનગરના સાધના કોલોની વિસ્તારમાં જુગાર રમતાં નિલેશ રતિલાલ અને હિતેષ પ્રભુભાઈ નામના બે શખ્સને પોલીસે રૂા. ર૯પ૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.