જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણ માસ અંતે પણ જુગારીયાઓ થાક્યા નહીં , ગઈકાલે 10 દરોડામાં 28 મહિલા સહિત 60 લોકો ઝડપાયા

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણ માસ અંતે પણ જુગારીયાઓ થાક્યા નહીં , ગઈકાલે 10 દરોડામાં 28 મહિલા સહિત 60 લોકો ઝડપાયા 1 - image


Jamnagar Gambling News : જામનગર શહેર–જિલ્લામાં દસ જગ્યાએ જુગાર અંગેના પોલીસે દરોડા પાડી 28 મહિલા સહિત 60 શખ્સને અડધો લાખ ઉપરાંતની મતા સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રથમ દરોડાની પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં જ ગોલ્ડન સિટી સામે તબીબી ભવન વિંગએ નીચે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતી દેવીબેન પરમાણંદ રામૈયા, શિતલબેન પ્રતિકભાઈ લીંબડ, સરલાબેન હસમુખભાઈ લીંબડ, મંજુલાબેન મહેન્દ્રગીરી ગોસાઈ, રાખીબેન હરેશભાઈ શર્મા, કિરણબેન કલ્પેશભાઈ વારંગિયા અને મીનાબેન ભરતભાઈ ઉનડકટ નામની સાત મહિલાને સિટી સી ડિવિઝન પોલીસે રૂા.10,270ની રોકડ સાથે ઝડપી લીધી હતી.

બીજા દરોડામાં જામનગરમાં મસીતિયા રોડ પર આવેલ શિવમ્ પાર્કના ખુણે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતાં અરબાઝ ફરિયાદ હુસેન સીદીકી, ચમન ભોલેરામ મૌર્ય અને સાજિદ શાબીરખાન નામના ત્રણ શખ્સને પંચકોશી. બી પોલીસે રૂા.5670ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. 

ત્રીજા દરોડામાં કાલાવડના ખરેડી ગામે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતાં સમીર નૂરમામદ દલ, અશરફ ભીખાભાઈ દલ, રમેશ કુરજીભાઈ ભાલારા, ઈકબાલ ઈબ્રાહિમભાઈ દલ, રમેશ રણછોડભાઈ ઘાડિયા, રાહિલ હબીબભાઈ દલ, ચિરાગ રસિકભાઈ ધામેચા નામના સાત શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે રૂા.10,660ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

ચોથા દરોડામાં જામનગરના કાનાલુસ ગામે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતાં હીરા ગોવિંદભાઈ પરમાર, સુરેશ નારણભાઈ પરમાર અને દીપક ગોવિંદભાઈ પરમાર નામના ત્રણ શખ્સને મેઘપર પડાણા પોલીસે રૂા.2620ની રોકડ સાથે ઝડપી લીધાં હતા.

પાંચમા દરોડામાં જામજોધપુરમાં સ્વામી નારાયણ મંદિર પાસે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતાં કાયા ભોજાભાઈ મોવાણિયા, ગુલમામદ જમાલભાઈ રાવકરડા, ભરત વિશાભાઈ દાસા, ભાવિન મથુરદાસ, સુરેશ ગીરધરભાઈ ખાટ અને રાજેશ રામજીભાઈ કાંજિયા નામના 6 શખ્સને સ્થાનિક પોલીસે રૂા.71,500ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

છઠા દરોડામાં જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલ પ્રજાપતિ સમાજની વાડી પાછળ જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતી રસિલાબેન કિશોરભાઈ મકવાણા, અંજુબેન દિપકભાઈ રાઠોડ, મધુબેન ગિરધરભાઈ પરમાર, વસંતબેન જમનભાઈ પાટડિયા, કાન્તાબેન ચિનાભાઈ કુનતિયા, હકુબેન રમેશભાઈ લીંબડ નામની 6 મહિલાને સિટી સી પોલીસે રૂા.11,600ની રોકડ સાથે ઝડપી લીધી હતી.

સાતમા દરોડામાં જામનગરમાં દિગ્વિજય પ્લોટ 49 રોડ પર આવેલ ઓધવરામ નગર ખાતે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા દીપક રામજીભાઈ કટારમલ, આદિત્ય જયેશભાઈ ખાનિયા, રૂક્ષ્મણિબેન મૂળજીભાઈ ખીચડા, પાર્વતિબેન લીલાધરભાઈ ભદ્રા, ભગવતીબેન ધર્મેન્દ્રભાઈ હરવરા, કમળાબેન જયંતભાઈ હરવરા, હંસાબેન રાજેશભાઈ રાવલ અને કોમલબેન પ્રવીણભાઈ ગજરા નામની 6 મહિલા સહિત આઠ શખ્સને સિટી સી પોલીસે રૂા.18090ની રોકડ સાથે ઝડપી લીધી હતી.

આઠમા દરોડામાં જામનગરમાં ગોલ્ડન સિટી વિસ્તારમાં શિવ હોટલની પાછળ ગંજીપતાના પાના વડે જુગાર રમતાં હિતેષ ભીખુભાઈ નાગેશ, દક્ષાબેન રવિભાઈ જાદવ, ધીરજબા નવલસંગ જાડેજા, પ્રભાતબા દેવુભા જાડેજા, આશાબા રવિરાજસિંહ ચુડાસમા, પૂજાબા જયેન્દ્રસિંહ જેઠવા, પ્રવીણાબેન  જેસીંગરાવ ગોડસે, ચંદ્રાબા નાનભા જેઠવા, કાંતાબેન મનસુખભાઈ વિઠલાણી અને ભારતબા વનરાજસિંહ વાઢેર નામની નવ મહિલા સહિત દશ શખ્સને સિટી સી પોલીસે રૂા.12,510ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

નવમા દરોડામાં જામનગરના શંકર ટેકરી, સુભાષપરા શેરી નંબર બેમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા જયરાજસિંહ અશોકસિંહ જાડેજા, ખોડુભાઈ કારાભાઈ મકવાણા, કમલેશ કિશોરભાઈ કમોયા, સંજય રવજીભાઈ ચૌહાણ, અમિત પ્રવીણભાઈ મસાલિયા, અરવિંદ ધીરજલાલ મજીઠિયા, રસિક બાબુભાઈ ચારોલા અને વિશાલ હિતેષભાઈ વીસવડિયા નામના સાત શખ્સને સિટી સી પોલીસે રૂા.10,670ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

દસમા દરોડામાં જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા મોહિત રાજુભાઈ દેગામા, શબ્બીર અલીભાઈ ભટી અને અસગર રજાકભાઈ સાટી નામના ત્રણ શખ્સને સિટી સી પોલીસે રૂા.2310ની રોકડ સાથે ઝડપી લીધા હતા.


Google NewsGoogle News