જામનગરના લાલપુરમાં દ્વારકાધીશ સોસાયટીમાંથી જાહેરમાં જુગાર રમી રહેલી 6 મહિલાઓ પકડાઈ

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
જામનગરના લાલપુરમાં દ્વારકાધીશ સોસાયટીમાંથી જાહેરમાં જુગાર રમી રહેલી 6 મહિલાઓ પકડાઈ 1 - image


Gambling Crime in Jamnagar : જામનગર જિલ્લાના લાલપુરમાં ગઈકાલે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને જાહેરમાં ગંજીપાના ટીંચી રહેલી છ મહિલાઓની અટકાયત કરી લઈ જુગારનો સામાન કબજે કર્યો છે.

 લાલપુર પોલીસે ગઈકાલે દ્વારકાધીશ સોસાયટીમાં જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી મીનાક્ષી રઘુભા પરમાર, અંજલીબા જયરાજસિંહ વાઢેર, કવિબેન નારણભાઈ કરંગીયા, પ્રવિણાબા સંજયસિંહ જાડેજા, અને ગીતાબેન તુલસીદાસ નીંબાર્કની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 2,100 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.


Google NewsGoogle News