જામનગર-જામજોધપુર અને ધ્રોલમાં જુગારના 6 દરોડા : 1.56 લાખની રોકડ સાથે 9 મહિલા સહિત 28 જુગારીઓ ઝડપાયા
Jamnagar Gambling Crime : જામનગર-ધ્રોલ અને જામજોધપુરમાં પોલીસે જુદા-જુદા 6 સ્થળોએ જુગારના દરોડા પાડી કુલ નવ મહિલા સહિત 28 શખ્સોને ઝડપી પાડયા છે. તેઓ પાસેથી રોકડ રૂપિયા 1 લાખ 56 હજાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે આ દરોડા દરમ્યાન એક શખ્સ નાસી જતાં તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
જામનગરમાં રણજિતસાગર રોડ, વસંત વાટિકા, શેરી નંબર 4ના ખૂણા પાસે જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ કલ્પનાબેન પરેશભાઈ માવાણી, જાગૃતિબેન જાદવજીભાઈ રાઠોડ, મીનાબેન ધર્મેન્દ્રભાઈ મારૂ, રિધ્ધિબેન વિપુલભાઈ ચૌહાણ, પ્રેમિલાબેન વસંતભાઈ ગોરી અને મુકેશભાઈ કુંવરજીભાઈ ગોઠી નામના સાત જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.44,300 કબ્જે કર્યા છે. જ્યારે આ દરોડા દરમ્યાન રમેશ રવજીભાઈ પરમાર નામના શખ્સને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વાંજાવાસમાં આવેલ જિલાની ચોકમાં રોન પોલીસનો જુગાર રમતાં નદીમ હારૂનભાઈ ખોજાદા, મોહસિન અનવરખાન પઠાણ, આસીફ નૂરમામદ જુણેજા, રહેમતબેન અયુબભાઈ છેર અને મંજુબેન મનસુખભાઈ પરમાર સહિત પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.13,280 કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત જામનગરમાં કેવડા પાટ સ્કૂલ પાસે આવેલ જંગલ ખાતાના ગેટ પાસે જાહેરમાં જુગાર રમતા આરૂફ બોદુભાઈ ખફી, હુસેન યુનુસભાઈ દોદેપાત્રા, નરગીશબેન આબિદ ચાવડા અને રોશનબેન યુસુફભાઈ ખફી સહિત ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.11,250 કબ્જે કર્યા હતા. જયારે શહેરના તીરૂપતિ સોસાયટી, શેરી નંબર 6ના ખૂણે ગંજીપના વડે જુગાર રમી રહેલ મનસુખ અમરાભાઈ શિંગરખિયા, અમરશી કમાભાઈ પરમાર, જગદિશ દેવજીભાઈ સોલંકી અને અબ્દુલ ખમીશાભાઈ બાબવાણી સહિત ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.11,060 કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામે જયસુભાઈ પ્રેમજીભાઈ લાડાણીની વાડીની બાજુમાં વાછરા ડાડાના મંદિર પાસે ગંજીપના વડે જુગાર રમી રહેલ જયસુખભાઈ પ્રેમજીભાઈ લાડાણી, જયેશ મનસુખ વાછાણી, જયેશ ચુનિલાલ, અમરશીભાઈ પતવા અને અશોકભાઈ લખમણભાઈ પરમાર સહિત પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.72,160ની રોકડ રકમ કબ્જે કરી હતી. જયારે ધ્રોલ તાલુકાના લાલપુર ગામે બાવળના ઝાડ નીચે રોન પોલીસનો જુગાર રમતા કિશન બકાભાઈ ઝુંઝા, વિપુલગીરી ચંદુગીરી ગોસાઈ, અશોક જીવણભાઈ દંતેસરિયા, ઈકબાલ નૂરમામદ કુરેશી સહિત ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.4050 કબ્જે કર્યા હતા.