જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 6 માસની જેલની સજા
Jamnagar Court Order : જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અલ્પેશ બાબુભાઈ દુધાગરાએ સોસાયટીમાંથી લોન લીધેલી હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપ્યો હતો. જે ચેક નાણાંના અભાવે રીટર્ન થયો હતો.
જેથી સોસાયટીના વકીલ દ્વારા જામનગરની અદાલતમાં નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ-138 અન્વયે ફરિયાદ નોંધાવી હતી. જે કેસ અદાલત સમક્ષ ચાલી જતાં સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આરોપીને તકસીરવાન ઠરાવી 6 માસની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ.1,87,487 નો દંડ ફટકાર્યો છે.