જામનગરના ગોકુલ નગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા 6 મહિલા-પુરુષ ઝડપાયા : બે વરલી મટકા કિંગની પણ અટકાયત
Gambling News Jamnagar : જામનગર શહેરમાં પોલીસે જુગાર અંગે જુદાજુદા ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા. ગોકુલ નગર પાણાખાણ વિસ્તારમાંથી ગંજીપાના જુગાર રમી રહેલા 6 સ્ત્રી પુરુષોની પોલીસે અટકાયત કરી છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બે વરલીના ધંધાર્થીઓની પણ અટકાયત કરવામાં આવી છે.
જામનગરના સિટી સી. ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ગોકુલ નગર પાણાખાણ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી જ્યોત્સનાબેન ભુપતભાઈ ગુજરાતી, રસીલાબેન કિશોરભાઈ મકવાણા, સુનીતાબેન મોહનભાઈ મકવાણા, કાજલબેન રાજુભાઈ મકવાણા, સંજયભાઈ ઇશ્વરભાઇ મકવાણા અને વિજય ભીખુભાઈ ઠકરાણીની પોલીસે અટકાયત કરી લઇ તેવો પાસેથી રૂપિયા 20,500ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.
આ ઉપરાંત જામનગરના બેડી ગેઇટ વિસ્તારમાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા સુરેશ ધનજી સોલંકીને ઝડપી લઇ તેની પાસેથી વરલીનો સામાન કબજે કર્યો છે. જ્યારે તેની સાથે વરલીના સોદાની કપાત કરનાર હુસૈન ઉર્ફે હુશી શેખને ફરાર જાહેર કરાયો છે.
આ ઉપરાંત કડિયાવાડ વિસ્તારમાંથી જાહેરમાં વરલી મટકાના આંકડા લખી રહેલા મોતીલાલ મોહનલાલ સાપરીયા નામના 70 વર્ષના બુઝુર્ગને પણ પોલીસે ઝડપી લીધા છે, અને વરલી મટકાનો સામાન કબજે કર્યો છે.