Get The App

જામનગરમાં જુગારીઓ માટે ભાદરવો પણ ભરપૂર : જામનગર શહેર અને જિલ્લામાં 23 મહિલા સહિત 57 જુગારીઓ ઝડપાયા

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
જામનગરમાં જુગારીઓ માટે ભાદરવો પણ ભરપૂર : જામનગર શહેર અને જિલ્લામાં 23 મહિલા સહિત 57 જુગારીઓ ઝડપાયા 1 - image


Jamnagar Gambling News : જામનગર જિલ્લામાં જુગારીયા તત્વો માટે શ્રાવણ માસ ભરપૂર રહ્યા પછી ભાદરવો પણ ભરપૂર રહ્યો છે, અને પ્રતિદિન જુગાર રમાઈ રહ્યો છે. જેમાં પુરુષોની સાથે સાથે સ્ત્રીઓ પણ હજુ મેદાનમાં રહી છે. જામનગર શહેર તેમજ લાલપુર અને જોડિયામાં પોલીસે જુદા જુદા 11 સ્થળો પર જુગાર અંગેના દરોડા પાડયા હતા. જેમાં કુલ 23 મહિલા સહિત 57 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 2.38 લાખ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. જ્યારે દરોડા દરમ્યાન ત્રણ વ્યકિતઓ નાશી જતાં તેમને ફરાર જાહેર કરાયા છે.

જામનગરમાં ગુલાબનગરમાં આવેલ સત્ય સાઈ નગરની છેલ્લી શેરીમાં મકાન નંબર 267/3માં મહિલાઓ દ્વારા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જ્યાં ભાવિકાબેન અજયભાઈ શ્રીવાસ્તવના મકાનમાં જુગાર રમી રહેલ મકાનમાલિક ભાવિકાબેન અજયભાઈ શ્રીવાસ્તવ, રેખાબેન રમેશભાઈ વારા, રાભિયાબેન જાહીદભાઈ કાદરી, સવિતાબેન પ્રવીણભાઈ મઢવી, યુકિતબેન હિતેષભાઈ ચૌહાણ, કંચનબા ભરતસિંહ જાડેજા, કંચનબા મોતીસિંહ જાડેજા અને રીટાબા ચંદ્રસિંહ જાડેજા નામની આઠ મહિલાઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.25,800 સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જયારે શહેરના નવાગામ ઘેડ પાછળ આવેલ મધુરમ સોસાયટીમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ શોભનાબેન ભૂપતભાઈ ગોહિલ, રાજલબેન ભૂપતભાઈ ગોહિલ અને રંજનબેન અશોકભાઈ સિતાપરા નામની ત્રણ મહિલાઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 1390 કબ્જે કર્યા હતા.

જ્યારે ગણપતનગર, આરવ બિલ્ડીંગ પાછળ, હનુમાનના મંદિર પાસે જાહેરમાં ગંજીપનાના પાના વડે રમીલાબેન ગુલાબભાઈ મહિડા, નથુભાઈ દેવાભાઈ ચાવડા, મેઘજીભાઈ રામજીભાઈ બોચિયા, પ્રકાશભાઈ વિજયભાઈ પરમાર નામની વ્યકિતઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.2690 કબ્જે કર્યા હતા.

આ ઉપરાંત શહેરના હાપામાં આવેલ કાર્તિક સ્વામીના મંદિરની પાછળ જાહેરમાં ગંજીપનાના પાના વડે જુગાર રમી રહેલ ચેતનાબા ચૌહાણ, ડીમ્પલબેન બોરસામણિયા, સોનલબેન નારૂભાઈ બોરસામણિયા, રીટાબેન મયુરગીરી ગોસ્વામી અને જયશ્રીબેન નારૂભાઈ બોરસાણિયા નામની પાંચ મહિલાને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.4640 કબ્જે કર્યા હતા.

જયારે હાપામાં જ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ મોતી પાર્ક, હનુમાન મંદિરની બાજુમાં જાહેરમાં જુગાર રમી રહેલ શિલ્પાબેન વિક્રમભાઈ વરાણિયા, લાખુબેન હંસરાજભાઈ ઝંડારિયા, રવિનાબેન વિજયભાઈ કાઠિયા, ધીરજબેન ભીખુભાઈ રાઠોડ, રમાબેન દીપકભાઈ પરમાર અને જયપાલ જયેશભાઈ ચાવડા સહિત છ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.4630 કબ્જે કર્યા હતા.

આ ઉપરાંત જામનગરના વાયુનગર પ્લોટ નંબર 333, શેરી નંબર ત્રણ, ઈન્દીરા રોડ પર રહેતાં કિશોરભાઈ શંભુભાઈ પુરબીયાના રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલ મકાનમાલિક કિશોરભાઈ શંભુભાઈ પુરબીયા, નરેશ કાનસીંગ પરમાર, નવિન જીવાભાઈ રાઠોડ, મયુર છગનભાઈ ભીલ, સંતોષ મોહનભાઈ ભાદરકા, દીપક વેલજીભાઈ, અતુલ બાબુભાઈ મકવાણા અને મુસ્તાક હબીબભાઈ ખફી નામના આઠ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.20,710ની રોકડ સહિત કુલ રૂા.1.60 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

તેમજ શહેરના ન્યુ ઈન્દિરા કોલોની પાછળ નહેરૂનગરના કાંઠે જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ નોઘાભાઈ લખમણભાઈ ધ્રાંગુ, મેરૂભાઈ સામતભાઈ આંબલિયા, નારણભાઈ પાલાભાઈ ચાવડા, ભીમાભાઈ રાજશીભાઈ બડિયાવદરા, હરપાલસિંહ અજિતસિંહ જાડેજા નામના પાંચ શખ્સોને પકડી લઈ તેઓની પાસેથી રોકડ રૂા.10,280 કબ્જે કર્યા હતા.

જ્યારે જામનગરના યાદવનગર, ભીંડવાળી વાડીમાં રહેતાં નાથાભાઈ દેવાભાઈ સોલંકી નામના શખ્સ પોતાના મકાનમાં જુગાર રમાડી રહયા છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં મકાનમાલિક નાથાભાઈ દેવાભાઈ સોલંકી, નારણભાઈ ડારૂભાઈ નંદાણિયા, મંગાભાઈ લખમણભાઈ મકવાણા, સોમાભાઈ અરશીભાઈ વશરા અને રવજીભાઈ બાલાભાઈ જાંબુશા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.2790 કબ્જે કર્યા હતા.

ઉપરાંત યાદવનગરમાં જ હનુમાન મંદિર પાસે રોન પોલીસ નામનો જુગાર રમતા કલ્પેશ નાથાભાઈ સોલંકી, વિજય મારખીભાઈ કરમુર, દિલીપ ભોજાભાઈ કરમુર અને દિનેશ ચંદુભાઈ ગોહિલ નામના ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.20,180 કબ્જે કર્યા છે. 

આ ઉપરાંત જોડિયા ખાતે કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા દિનેશ પરસોતમભાઈ ધામેચા, વિનોદ મોહનભાઈ ધામેચા નામના બે શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.2930 કબ્જે કર્યા હતા. આ દરોડા દરમ્યાન અમિત મણીલાલ ધામેચા અને અજય મોહનભાઈ ધામેચા નામના બે શખ્સો નાશી જતાં તેને ફરાર જાહેર કરી તેઓની શોધખોળ આદરી છે.


Google NewsGoogle News