Get The App

જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે પેસેન્જરની હેરાફેરી કરનારા વાહનચાલકો સામે લાલ આંખ : બસ-કાર સહિત 50 વાહનો ડીટેઇન

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે પેસેન્જરની હેરાફેરી કરનારા વાહનચાલકો સામે લાલ આંખ :  બસ-કાર સહિત 50 વાહનો ડીટેઇન 1 - image


Jamnagar Traffic Police Drive : જામનગર શહેરમાં ગેરકાયદે રીતે મુસાફરોની હેરાફેરી કરનારા વાહન ચાલકો સામે ટ્રાફિક શાખાએ લાલ આંખ કરી છે, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરી ખાનગી લક્ઝરી નાની-મોટી બસ, ઇકો કાર સહિતના 50 થી વધુ વાહનો ડીટેઇન કરી લેવામાં આવ્યા છે, અને તેઓ સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે.

જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે પેસેન્જરની હેરાફેરી કરનારા વાહનચાલકો સામે લાલ આંખ :  બસ-કાર સહિત 50 વાહનો ડીટેઇન 2 - image

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સપેકટર એમ.બી.ગજ્જર અને ટ્રાફિક શાખાના સ્ટાફ દ્વારા શહેરના જાહેર માર્ગો ઉપર અલગ-અલગ ટીમો બનાવી ગઈકાલના સમગ્ર દિવસ દરમિયાન જામનગર શહેરના સમર્પણ સર્કલ, દિગજામ સર્કલ, ખોડીયાર કોલોની માલધારી હોટલ, સાત રસ્તા સર્કલ, સુભાષબ્રીજ તેમજ સુભાસબ્રિજ જેવા અલગ-અલગ વિસ્તારોમાં મુખ્યત્વે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે વાહનો પાર્કિંગ, બિન જરૂરી ટ્રાફિક જામ કરી પેસેન્જરો ભરતા વાહનો ટ્રાવેલ્સ બસો-18 તથા ઈક્કો વાહનો-32 તેમજ બીજા અન્ય વાહનો મળી કુલ-50 થી વધારે વાહનોને ડીટેઈન કરવામા આવ્યા હતા, અને તમામ સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી છે.જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે પેસેન્જરની હેરાફેરી કરનારા વાહનચાલકો સામે લાલ આંખ :  બસ-કાર સહિત 50 વાહનો ડીટેઇન 3 - image



Google NewsGoogle News