જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ. સોસાયટીના ડિફોલ્ટર સભાસદને 5 માસની જેલ અને દંડ
જામનગર,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ જયદીપસિંહ નવલસિંહ રાઠોડએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી.
આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલો હતો, અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતાં ચેક રીટર્ન થયો હતો. જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલી, તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરપાઈ કરાયું ન હોવાથી તેની સામે જામનગરની અદાલતમાં ચેક રીટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આ કેસ અદાલત સમક્ષ ચાલી જતાં સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈને આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવ્યો હતો, અને આરોપીની ગેરહાજરીમાં પાંચ માસની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ.51000નો દંડ ફટકાર્યો છે.