જામનગર નજીક બેડ ગામમાં મહિલાના રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ પકડાયું : મહિલા સહિત પાંચ જુગારીઓ પકડાયા

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક બેડ ગામમાં મહિલાના રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ પકડાયું   : મહિલા સહિત પાંચ જુગારીઓ પકડાયા 1 - image


Gambling Crime Jamnagar : જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતી એક મહિલાના રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામ પર એલસીબી ત્રાટકી હતી, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી એક મહિલા અને પુરુષો સહિત પાંચ જુગારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

 આ દરોડાની વિગત એવી છે કે જામનગર તાલુકાના બેડ ગામમાં રહેતી દિવ્યાબેન મહેશભાઈ કાથરાણી નામની મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે ગઈકાલે મોડી રાત્રે દરોડો પાડયો હતો. તે દરોડા દરમિયાન એક મહિલા અને ચાર પુરુષો ગંજીપાના વડે જુગાર રમી રહેલા મળી આવ્યા હતા.

 જેથી મહિલા આરોપી દિવ્યાબેન કાથરાણીને પોલીસે નોટિસ આપી છે, જ્યારે અન્ય ચાર આરોપીઓ ઉમંગ પ્રવીણભાઈ પરમાર (ભાણવડ), હિરેન અશ્વિનભાઈ પરમાર (ભાણવડ), પરસોત્તમભાઈ દેવજીભાઈ ધારવીયા (આમરા) ગામ વગેરેની અટકાયત કરીને તેઓ પાસેથી રૂપિયા એક લાખ પંદર હજારની રોકડ રકમ મોબાઈલ ફોન અને બાઈક સહિત 1,70,500 ની માલમત્તા કબજે કરી છે.


Google NewsGoogle News