Get The App

જામનગરમાં કોર્પોરેટર અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિનામૂલ્ય 5,000 દિવડાઓનું વિતરણ કરાયું

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
જામનગરમાં કોર્પોરેટર અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિનામૂલ્ય 5,000 દિવડાઓનું વિતરણ કરાયું 1 - image

જામનગર,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર

આજે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે રાખી 5,000 દિવાડાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.

 જામનગરમાં કોર્પોરેટર અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિનામૂલ્ય 5,000 દિવડાઓનું વિતરણ કરાયું 2 - image

અયોધ્યામાં ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની સમગ્ર દેશમાં દિવાળીની જેમ ઉજવણી કરવા તેમજ ઘેર ઘેર દિવાળી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતું, આ આહવાનને લઈ જામનગરના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા ભારત તિબ્બત સંઘ અને લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટના સહકારથી શહેરના ડી.કે.વી.સર્કલ પાસે 5,000 દિવડાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા અને કારસેવકો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં શહેરીજનોએ દિવડા મેળવીને ખુશી વ્યક્ત કરી હતી.


Google NewsGoogle News