જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે 2079.18 લાખના 47 વિકાસ કાર્યોની વણઝાર સાથે ખાતમુહૂર્ત કરાયા

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે 2079.18 લાખના 47 વિકાસ કાર્યોની વણઝાર સાથે ખાતમુહૂર્ત કરાયા 1 - image

જામનગર,તા.16 માર્ચ 2024,શનિવાર

જામનગરના 79- વિધાનસભા વિસ્તાર હેઠળના જામનગર મહાનગર પાલિકાના અલગ અલગ વોર્ડમાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતના કાર્યક્રમની શૃંખલા અંતર્ગત છેલ્લા 48 કલાક દરમિયાન એકી સાથે રૂપિયા 2079.18 લાખના કુલ 47 વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે કરવામાં આવ્યું છે.

 જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7, 8, 9, 10, 13, 14, 15 અને 16 ના જુદા જુદા વિસ્તારોમાં ગઈકાલે શુક્રવારે તેમજ આજે શનિવારે છેલ્લા 48 કલાકના સમયગાળા દરમિયાન રૂપિયા 2079.18 લાખના નવા 47  વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ જામનગર શહેરના અન્ય અગ્રણીઓ ઉપસ્થિતિમાં તેમજ જે તે વિસ્તારના આગેવાનો- નાગરિકોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.

 જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે 2079.18 લાખના 47 વિકાસ કાર્યોની વણઝાર સાથે ખાતમુહૂર્ત કરાયા 2 - image

આ ખાતમુહૂર્તના કાર્યક્રમની શૃંખલામાં પણ પ્રત્યેક સ્થળે ધારાસભ્ય દિવ્યેશ અકબરીનું સ્થાનિક વિસ્તારની બાળાઓ દ્વારા કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું, અને સર્વે આસપાસના વિસ્તારના રહેવાસીઓએ આવકાર આપ્યો હતો. આ વેળાએ તેઓની સાથે નગરના મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, પૂર્વ મેયર હસમુખ જેઠવા, પૂર્વ ડેપ્યુટી મેયર ગોપાલ સોરઠીયા તેમજ અલગ અલગ વોર્ડના કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો, કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓની ઉપસ્થિતિમાં તમામ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા. અને સ્થાનિક નાગરિકોએ ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા શહેર ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો ને આવકાર આપ્યો હતો.


Google NewsGoogle News