જામનગર જિલ્લામાં શ્રાવણ માસની અંતિમ રાત્રે પણ જુગારના વધુ 10 દરોડા , 5 મહિલાઓ સહિત 46 જુગારીઓ ઝડપાયા

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લામાં શ્રાવણ માસની અંતિમ રાત્રે પણ જુગારના વધુ 10 દરોડા ,  5 મહિલાઓ સહિત 46 જુગારીઓ ઝડપાયા 1 - image


Jamnagar Gambling News : જામનગર શહેર તેમજ જિલ્લામાં શ્રાવણી માસના અંતિમ દિવસ એટલે કે અમાસના દિવસે પણ જુગારીયા તત્વો જુગાર રમવામાં મશગુલ રહ્યા હતા, અને હારજીતની બાજી લગાવી રહેલા તત્વો પર પોલીસ પણ તૂટી પડી હતી. ત્યારે શહેર અને જિલ્લામાં ગઈકાલે વધુ 10 દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પાંચ મહિલા સહિત 46 જુગારીઓની અટકાયત કરવામાં આવી હતી. તેઓ પાસેથી 1.85 લાખની રોકડ રકમ કબ્જે કરી છે.

જામનગરમાં એરપોર્ટ રોડ પર આવેલ મયુરવિલા સોસાયટીના ગેટ સામે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ ચેતન ગોવિંદભાઈ મકવાણા, ડાયાલાલ રામજીભાઈ ગોરડિયા, રણછોડભાઈ જેઠાભાઈ પરમાર, સતિષ રાજાભાઈ સાગઠિયા, મૂળજીભાઈ પાલાભાઈ સાગઠિયા, પ્રવીણ પરમાર અને ભાવેશ નાથાભાઈ સાગઠિયા નામના સાત શખ્સોની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂા.94,700 કબ્જે કર્યા હતા. જયારે શહેરના શંકરટેકરી, ગણેશવાસ, ન્યુ જેલ પાછળ ગંજીપના વડે જુગાર રમી રહેલા વિવેક રામજીભાઈ કબીરા, નયન અરવિંદભાઈ મકવાણા, મયુર વિનોદભાઈ પરમાર, કિરણ સુરેશભાઈ મકવાણા, સન્ની ધર્મદાસભાઈ પરમાર અને રવિ કારૂભાઈ પરમાર સહિત સાત શખ્સોની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂા.14,890 કબ્જે કર્યા હતા. ઉપરાંત શહેરના ગોકુલનગર, પાણાખાણ શેરી નંબર ચારમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ સુનિલ જીવાભાઈ ડાભી, વિશાલ અશોકભાઈ મકવાણા, પીન્ટુ બીજેશ્વર ચૌધરી, સુનિલ ગુરૂચરણ યાદવ અને જામવંત ત્રિભુવન નામના પાંચ શખ્સોની ધરપકડ કરી તેઓ પાસેથી રૂા.10,400 કબ્જે કર્યા હતા. 

આ ઉપરાંત શહેરના ડિફેન્સ કોલોનીમાં આવેલ બાલાજી પાર્ક–2માં જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ ભગીરથસિંહ હરૂભા જાડેજા, હુસેન વલીમામદ સુમરાણી અને ગીરીશ પારાભાઈ વારસાખિયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.10,280 કબ્જે કર્યા હતા. જ્યારે ગોકુલનગર, રડાર રોડ પર નવાનગર શેરી નંબર ત્રણમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ જેશાભાઈ જેઠાભાઈ લગારિયા, જગદિશ નેભાભાઈ લગારિયા, ગોવિંદ જેશાભાઈ લગારિયા અને ધાનાભાઈ હાજાભાઈ આંબલિયા સહિત ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા 10,500 કબ્જે કર્યા હતા. 

જ્યારે કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામે રામાપીરના મંદિર સામે જાહેરમાં ગંજપના વડે જુગાર રમી રહેલ મુકેશ નાથાભાઈ પરમાર, કિશોર વશરામભાઈ સોલંકી, લખમણ બાબુભાઈ મુછડિયા, પ્રવીણ ચનાભાઈ ચંદ્રપાલ અને રમણિક દેવાભાઈ ખીમસૂર્યા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.11,600 કબ્જે કર્યા હતા. જ્યારે લાલપુર ખાતે પ્રગટેશ્વર સોસાયટીમાં જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ જયેશ ભગવાનજીભાઈ ભેંસદડિયા, સુરેશ અશોકભાઈ ગામી, કેશુભાઈ જીવાભાઈ હાજાણી, પ્રવીણ જીવાભાઈ રીણીયા અને અશોક લખમણભાઈ ગામી સહિત પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.10,140 કબ્જે કર્યા હતા. 

જ્યારે લાલપુર તાલુકાના મેડી ગામે મોમાઈ માતાજીના મંદિર સામે ગંજીપાના વડે જુગાર રમતા શૈલેષ વિનુભાઈ ગોહિલ, હેમત રમેશભાઈ ગોહિલ, મુકેશ કેશવજીભાઈ ભાલોડિયા નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ  તેઓ પાસેથી રોકડ રૂા.5470 કબ્જ કર્યા હતા. જ્યારે રવિ રમેશભાઈ ગોહિલ અને કિરણ કાનજીભાઈ ગોહિલ નામના બે શખ્સો નાશી જતાં તેઓની શોધખોળ હાથ ધરાઈ છે. તેમજ આ વિસ્તારમાં અન્ય એક દરોડામાં જુગાર રમી રહે રમેશ દયાળજીભાઈ વડગામા, પે્રમજી મેઘજીભાઈ ગોહિલ અને નયન રમેશભાઈ ગોહિલ નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.3260 કબ્જે કર્યા હતા. 

આ ઉપરાંત જામનગર તાલુકાના દરેડ ગામે દ્વારકેશ સોસાયટીમાં જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ પૂનમબેન મુકેશભાઈ સંગસરિયા, રમાબેન વિજયભાઈ રાંદલપરા, રેખાબેન મનિષભાઈ પરમાર, મીનાબેન જિતુભાઈ મકવાણા અને વનિતાબેન જતિનભાઈ ઠાકોર સહિત પાંચ મહિલાઓની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા.16,420 કબ્જે કર્યા હતા.


Google NewsGoogle News