Get The App

જામનગર જિલ્લામાં આઠ દરોડામાં 19 મહિલાઓ સહિત 43 જુગારીઓ પકડાયા

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લામાં આઠ દરોડામાં 19 મહિલાઓ સહિત 43 જુગારીઓ પકડાયા 1 - image


Jamnagar Gambling Crime : જામનગર જિલ્લામાં શ્રાવણ માસ પૂરો થયો અને ભાદરવા માસનો પ્રારંભ થયો છતાં જુગારની બદી અવિરત ચાલુ છે. જામનગર જિલ્લામાં પોલીસે અલગ-અલગ આઠ સ્થળે દરોડો પાડી 19 મહિલાઓ સહિત 43 ખેલીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં કાલાવડ ગ્રામ્ય પોલીસે આણંધ્પર ગામના જુના સ્મશાન પાસે દરોડો પાડી જુગાર રમી રહેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા, અશ્ર્વિનભાઇ સોલંકી, મુન્નભાઇ સોલંકી, સંજયભાઇ ધમ્મર, નિલેષ બગડાને રોકડ રકમ રૂા.75,340 સાથે અટકાયત કરી હતી.

બીજા દરોડાની વિગત પ્રમાણે, જામજોધપુર પોલીસે કોટડા બાવીસીમાં ગામમાં જોશનાબેન વાછાણી, પુનમબેન બુઢાણી, રેખાબેન કંટારીયા, ઇન્દુબેન કણસાગરા, ઉષાબેન કણસાગરા, રસીલાબેન મારૂ, રાધીકાબેન ડેડાણીયાને રંગે હાથ ઝડપી લઇ તેમની પાસેથી રોકડ રૂા.10,340 કબ્જે કર્યા હતા.

ત્રીજા દરોડામાં સીટી-એ ડીવીઝન પોલીસે મોરકંડા રોડ પર રઝવી પાર્કની સામે જાહેર માર્ગ પર જુગાર રમી રહેલા ભાવેશ પરમાર, કપીલ ખાણધર, અશોક પરમાર, વિક્રમ દેત્રોજા, અનીલ લીંબડ, બલદેવ સોનગ્રા, ચનાભાઇ સુરેલા, હિતેષ પરમારની રોકડ રકમ રૂા.70,000, પાંચ મોબાઇલ ફોન સહિત રૂા.90 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સીટી બી ડીવીઝન પોલીસે ગુલાબનગરના વાંઝાવાસમાંથી ઇનાયત ખાન પઠાણ, હસીનાબેન સિપાઇ, મુમતાઝબેન બ્લોચને રોકડ રકમ રૂા.1580 સાથે ઝડપી પાડ્યા હતા, જયારે બીજા દરોડામાં રામેશ્ર્વનગરમાંથી દિલાવરસિંહ જાડેજા, મીનાબા જાડેજા, મીનાબા ભરતસિંહ, તૃપ્તિબેન ઠાકર, મનિષાબેન ચુડાસમા, નિલમબેન કોળી, સવિતાબેન ચુડાસમાને રોકડ રકમ રૂા.3440 સાથે અટકાયત કરી હતી. જયારે ખંભાલીયા ગામમાંથી મજબુત સિંહ ગોહિલ, રઘુવીરસિંહ જાડેજાને રૂા.8550 રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા અને ભૂપતસિંહ, મહાવીરસિંહ, પીંટુભા, દશરથસિંહ ભાગી છૂટતા તમેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. જયારે પંચ બી ડીવીઝન પોલીસે દરેડમાં દરોડો પાડી જુગાર રમી રહેલા જેઠાભાઇ ગઢવી, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, રેવતુભા જાડેજા, ક્રિષ્નાબા ચુડાસમા, ફાતમાબેન ઉધેજાન રોકડ રકમ રૂા.17,580 સાથે અટકાયત કરી હતી. 

જયારે અન્ય એક દરોડામાં પંચ બી ડીવીઝન પોલીસે મસીતીયા ગામની જુની પંચાયત ઓફીસની સામે જાહેરમાં જુગા રમી રહેલા ઇસ્માઇલ બ્લોચ, જગદીશ ભીંડી, ડાડુભાઇ ભાટુ, સુરેશ રાઠોડને રોકડ રકમ રૂા.18,200, ચાર મોબાઇલ ફોન, એક કાર સહિતના મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી.


Google NewsGoogle News