જામનગરમાં મધુવન સોસાયટીમાં એક મકાનમાં સંતાડેલો 414 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો માતબર જથ્થો પકડાયો: આરોપી ફરાર

Updated: May 19th, 2024


Google NewsGoogle News
જામનગરમાં મધુવન સોસાયટીમાં એક મકાનમાં સંતાડેલો 414 નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો માતબર જથ્થો પકડાયો: આરોપી ફરાર 1 - image


Image: Freepik

Jamnagar English Liquor Seized: જામનગરમાં મધુવન સોસાયટી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં સંતાડવામાં આવેલો ૪૧૪ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો એલસીબીની ટુકડીએ પકડી પાડ્યો છે, જ્યારે દારૂ સંતાડનાર આરોપી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે. 

આ દરોડા ની વિગત એવી છે કે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં મધુવન સોસાયટી વિસ્તારમાં રહેતા જીગર ઉર્ફે રવિકુશ મનસુખભાઈ ભાનુશાળી નામના શખ્સ દ્વારા પોતાના મકાનમાં દારૂ નો જથ્થો  ઉતારવામાં આવ્યો છે,તે બાતમી ના આધારે આજે સવારે એલસીબી ની ટુકડીએ ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો. 

જે મકાન બંધ હોવાથી તેને ખોલાવીને અંદર તલાસી લેતાં અંદરથી નાની મોટી અલગ અલગ બ્રાન્ડની ૪૧૪ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એલસીબી ની ટીમે કુલ ૧,૦૨,૬૦૦ ની કિંમત નો ઇંગલિશ દારૂ કબ્જે કરી લીધો છે, જ્યારે મકાન માલિક જીગર ભાનુશાળી બાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખો હાથ ધરી છે.


Google NewsGoogle News