Get The App

જામનગર જિલ્લાના 41 પોલીસ કર્મચારીઓને બઢતી આપી દિવાળીની ગિફ્ટ અપાઇ

Updated: Nov 2nd, 2021


Google News
Google News
જામનગર જિલ્લાના 41 પોલીસ કર્મચારીઓને બઢતી આપી દિવાળીની ગિફ્ટ અપાઇ 1 - image


- 13 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. બનાવાયા: 22 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન અપાયું

જામનગર,તા.2 નવેમ્બર 2021,મંગળવાર

જામનગર જિલ્લાના પોલીસ તંત્રમાં પણ અનેક પોલીસ કર્મચારીઓની દિવાળી સુધરી છે. જામનગરના જિલ્લા પોલીસ વડા દ્વારા 41 જેટલા પોલીસ કર્મચારીઓના બઢતીના ઓર્ડર આપી તેઓને દિવાળી તરીકેની ગિફ્ટ આપી છે. જામનગર જિલ્લાના જુદાજુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા 13 અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપી અને તેઓને એ.એસ.આઇ બનાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 22 અનાર્મ પોલીસ કોન્સ્ટેબલને પણ પ્રમોશન આપીને તેઓને અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત ચાર હથિયારધારી હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે જ્યારે બે હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલને પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપવામાં આવી છે. જેથી દિવાળીના તહેવારોમાં પોલીસ બેડાના ખુશીની લહેર પ્રસરી ગઈ છે. અને બઢતી પામેલા તમામ પોલીસ કર્મચારીઓને અભિનંદનની વર્ષા થઈ રહી છે.

Tags :
jamnagarPolicePromotion

Google News
Google News