જામનગર શહેર–જિલ્લામાં શ્રાવણી જુગારની મોસમ પુર બહારમાં: 3 મહિલા સહિત 40 જુગારીઓ ઝડપાયા
Jamnagar Gambling Crime : જામનગર શહેર–જિલ્લામાં પોલીસે ગઈકાલે જુગાર અંગેના વધુ સાત દરોડાઓ પાડયા હતા. જેમાં જામનગર, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ સહિતના વિસ્તારોમાંથી કુલ ત્રણ મહિલા સહિત 40 શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી રોકડ રૂપિયા 95 હજાર કબ્જે કર્યા છે.
જામનગરમાં નહેરૂનગર શેરી નંબર 1 પાસે આવેલ અંધાશ્રમ પાછળ ગંજીપાના વડે જુગાર રમી રહેલ જીતુભાઈ ઈન્દ્રજિતસિંહ ગોહિલ, રવિ સુરેશભાઈ લાલવાણી, લલીતાબેન કેશુભાઈ રાઠોડ, શારદાબેન રામજીભાઈ લાલવાણી અને ગીતાબેન લાલજીભાઈ દેત્રોજા નામની ત્રણ મહિલા સહિત પાંચ વ્યકિતની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા.10,200 કબ્જે કર્યા છે. જ્યારે શહેરના શંકર ટેકરી પાસે આવેલ રામનગર વિસ્તાર પાસે ગંજીપાના વડે રોન પોલીસનો જુગાર રમતાં જીતેન્દ્ર રમેશભાઈ નાખવા, ધીરેન પ્રવીણભાઈ રાઠોડ, ચીરાગ મહેન્દ્રભાઈ ગૌરી, અશ્વિન જીતેન્દ્રભાઈ નાખવા, પ્રકાશ ગોવિંદભાઈ પરમાર અને દીપક જીતેન્દ્રભાઈ નાખવા સહીત છ શખ્સોની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂા.10,610 કબ્જે કર્યા છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના ખીલોસ ગામે કબ્રસ્તાનની બાજુમાં જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમતાં હનિફ સતારભાઈ બાબી, જેન્તીભાઈ ત્રિકમભાઈ વાઘેલા, નયન પ્રવીણભાઈ વાઘેલા, મનસુખ વાલદાસભાઈ મકવાણા, વસંત વાલદાસભાઈ મકવાણા, અબ્દુલ કાદર યુનુસભાઈ બાબી સહિત છ શખ્સોની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂા.27,300 કબ્જે કર્યા છે.
આ ઉપરાંત કાલાવડ તાલુકાના વાવડી ગામમાં સુરાપુરા મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા સંદીપભાઈ વશરામભાઈ ખરા, મુરાભાઈ અમરાભાઈ રાતડિયા, નરેશભાઈ રામજીભાઈ બથવાર, દિનેશ અમરાભાઈ રાતડિયા અને સાગર બધાભાઈ રાતડિયા સહિત પાંચ શખ્સોને રોકડ રૂા.12,230 સાથે ઝડપી લીધા હતા.
જ્યારે જામજોધપુર તાલુકાના ગીંગણી ગામથી માલવડા રોડ તરફ જતાં બધાભાઈ કાનજીભાઈની વાડીની પાસે ગંજીપના વડે જુગાર રમી રહેલા બધાભાઈ કાનાભાઈ સરવૈયા, પ્રફૂલ્લભાઈ મનસુખભાઈ સાંથલપરા, લલિતભાઈ કાનાભાઈ સરવૈયા, અનિલભાઈ રતીભાઈ વરાણિયા તથા રમેશભાઈ વીરમભાઈ રાઠોડ નામના પાંચ શખ્સને રોકડ રૂા.11,800 સાથે પકડી પાડયા હતા. તેમજ ધ્રોલના નથુવડલા ગામની સીમ વિસ્તારમાં જુગાર રમી રહેલ કિરણ ડાયાભાઈ મેવાડા, હસમુખ અમરશીભાઈ કગથરા, રાહુલ રાજેશભાઈ કબીરા, દુદાભાઈ ડાયાભાઈ બાંભવા, અશ્વિન જમનભાઈ તબોલિયા, લાલુભાઈ માવી અને મિલીંદ મેઘજીભાઈ બાંભણિયા સહિત સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રૂા.11,110 કબ્જે કર્યા છે.
આ ઉપરાંત લાલપુર તાલુકાના બબરજર ગામે વાડી વિસ્તારમાં તીનપતી નામનો જુગાર રમતા દિલીપ પરસોતમભાઈ પાઠક, ગોવિંદ વલ્લભભાઈ પાઠક, અનિલ રાયદેભાઈ બથિયા, દિનેશ ગોવાભાઈ લાખોતરા અને ખીમાભાઈ ભાયાભાઈ ચાવડા સહિત પાંચ શખ્સોની અટકાયત કરી તેઓ પાસેથી રોકડ રૂા.12,150 કબ્જે કર્યા છે.