જામનગર શહેર તેમજ જિલ્લામાં શ્રાવણી જુગારની રંગત જામી : 10 મહિલા સહિત 37 જુગારીઓ ઝડપાયા

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
જામનગર શહેર તેમજ જિલ્લામાં શ્રાવણી જુગારની રંગત જામી : 10 મહિલા સહિત 37 જુગારીઓ ઝડપાયા 1 - image


Jamnagar Gambling Crime : જામનગર શહેર તેમજ જિલ્લામાં શ્રાવણીયો જુગાર પૂરબહારમાં ખીલતો જાય છે. ત્યારે પોલીસતંત્ર પણ દરોડા પાડવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખી છે. ગઈકાલે શહેર તેમજ જિલ્લામાં જુગારના વધુ 6 દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં દશ મહિલા સહિત 37 ખેલૈયાઓને ઝડપી લેવામાં આવ્યા છે. તેઓ પાસેથી રૂા.68 હજારની રોકડ કબ્જે કરાઈ છે. જ્યારે એક આરોપી ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરાઈ છે.

જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલ મોહનનગર આવાસની બિલ્ડીંગ નંબર 9ના પાર્કિંગમાં મહિલાઓ અને પુરૂષો ગંજીપાના વડે જુગાર રમી રહયા છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમી રહેલા દર્શનાબેન હસમુખગીરી ગોસાઈ, હિનાબેન રાજેશભાઈ રાઠોડ, આરતીબેન ભરતભાઈ પરમાર, વનિતાબેન પ્રશાંતભાઈ સોલંકી, રીટાબા પ્રશાંતસિંહ ગઢવી, દિનેશ હરિભાઈ રાઠોડ, યુવરાજસિંહ ગંભીરસિંહ પરમાર, પ્રવીણભાઈ નરસીભાઈ જાંબુડિયા અને અક્રમ સલીમભાઈ ખીરા નામના નવ જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.16,410 કબ્જે કર્યા છે.

આ ઉપરાંત સિકકા ખાતે મહાદેવના મંદિર પાસે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ શિવાનીબેન કિશનભાઈ બુજડ, શ્વેતાબા અનીરૂધસિંહ જાડેજા, મનીષાબેન બાબુભાઈ સુબણ, મોનિકાબેન વિશાલભાઈ ગોસ્વામી, કંચનબા ભીખુભા જાડેજા, પે્રમદીપસિંહ સિધ્ધરાજસિંહ જાડેજા, ચંદ્રસિંહ મનુભા કંચવા સહિત સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.3020 કબ્જે કર્યાં હતા. જ્યારે લાલપુર તાલુકાના મોટા ભરૂડિયા ગામે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતાં ક્રિપાલસિંહ વનરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ નવલસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ રાહુભા જાડેજા, ખુમાનસિંહ રવુભા જાડેજા સહિત ચાર શખ્સોન ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ રૂા.18,500 કબ્જે કર્યા છે. જ્યારે આ દરોડામાં પોલીસને જોઈ ડાયાભાઈ કરંગિયા નામનો શખ્સ નાશી જતાં તેઓને ફરાર જાહેર કર્યા છે.

આ ઉપરાંત જામનગરમાં સાધના કોલોનીમાં એલ 111 નામની બિલ્ડીંગના પાર્કિંગમાં જુગાર રમતા હરિશ મુળજીભાઈ પરમાર, રાજુભાઈ નારણભાઈ શુકલા, કરણ રાજેશભાઈ શુકલા અને અશ્વિન પરસોતમભાઈ બોરખતરીયા નામના ચાર શખ્સને ઝડપી લઈ તેઓ પાસેથી રૂા.4340ની રોકડ કબ્જે કરી હતી. જ્યારે જામજોધપુરના પરડવા ગામની ખારાપાટ નામની સીમમાં માલદેભાઈ ગાગાભાઈ ખુંટીની વાડી પાસે રોન પોલીસ નામનો જુગાર રમતા માલદેભાઈ ગાગાભાઈ ખુંટી, લખમણ દલાભાઈ પુછડિયા, લીલાભાઈ સવદાસભાઈ ગોઢાણીયા, વેજાભાઈ સવદાભાઈ ગોઢાણીયા, વાનાભાઈ બાબુભાઈ ગોઢાણિયા અને કરશનભાઈ મીણંદભાઈ કડછા સહિત 6 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.11,500 કબ્જે કર્યા છે.

જ્યારે ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામની સીમમાં બાવળની ઝાડી નીચે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમતાં ભૂપતસિંહ કાળુભા જાડેજા, જયપાલસિંહ મનુભા જાડેજા, અશ્વિનસિંહ વકતુભા જાડેજા, નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ જાડેજા, જયદીપભાઈ પુંજાભાઈ લાંબરિયા, મહાવીરસિંહ કરણાભા જાડેજા અને રઘુવીરસિંહ રઘુભા જાડેજા સહિત સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.14,680 કબ્જે કર્યા છે.


Google NewsGoogle News