જામનગર શહેર અને જિલ્લામાં ભાદરવામાં આંકરા તાપનો અનુભવ: આકાશમાંથી અગ્નિવર્ષ થઇ: 36 ડિગ્રી તાપમાન

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
જામનગર શહેર અને જિલ્લામાં ભાદરવામાં આંકરા તાપનો અનુભવ: આકાશમાંથી અગ્નિવર્ષ થઇ: 36 ડિગ્રી તાપમાન 1 - image

image: Freepik

જામનગર,તા.02 ઓક્ટોબર 2023,સોમવાર

જામનગર શહેરને અને જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે, અને ગરમીનો પારો 36 ડિગ્રીને પાર કરી ગયો છે, અને આકાશમાંથી અગ્નિવર્ષા થઈ રહી છે. અંગ દઝાડતી ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

 જામનગર શહેર અને જિલ્લામાં એક સપ્તાહ પહેલાં વરસાદી વાતાવરણ બનેલું હતું, પરંતુ ધીમે ધીમે વાદળો હટયા પછી સૂર્યદેવતાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બપોરના સમયે ગરમીના પારો 36 ડિગ્રીને પાર કરી જતો હોવાથી ચામડી દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આકરો તાપ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

 જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 23.5 ડિગ્રીસેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 36.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 93 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતી કલાકના 15 થી 20 કી.મી. ઝડપે રહી હતી.


Google NewsGoogle News