જામનગરમાં સિલ્વર સોસાયટી વિસ્તારમાં એક ગાયએ 35 વર્ષની મહિલાને હડફેટમાં લેતા ગંભીર ઇજા: સારવાર હેઠળ
જામનગર, તા. 7 ફેબ્રુઆરી 2024 બુધવાર
જામનગરમાં રસ્તે રઝળતા પશુના કારણે વધુ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત બની છે. સિલ્વર સોસાયટીમાં એક ગાયએ ૩૫ વર્ષ ની એક મહિલાને હડફેટમાં લેતાં ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ટીટોડી વાડી વિસ્તારમાં રહેતી તરનનુમ હારુનભાઈ શેખ નામની 35 વર્ષની મહિલા, કે જે ગઈકાલે સિલ્વર સોસાયટી માંથી સાંજે પસાર થઈ રહી હતી, જે દરમિયાન એક ગાય એ ઢીંક મારી હડફેટમાં લઈ ફંગોળી દેતાં કપાળના ભાગે ગંભીર ઈજા થઈ હતી, ઉપરાંત હાથમાં તથા અન્ય શરીર ના ભાગોમાં પણ ઈજા થઈ હોવાથી મહિલાને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. રઝળતા પશુઓના કારણે મહિલા ઇજાગ્રસ્ત બન્યાનો વધુ એક કિસ્સો સામે આવતાં તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે