કાલાવડ તાલુકાના નવાગામમાં ધોધમાર 35 મી.મી. વરસાદ પડયો

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
કાલાવડ તાલુકાના નવાગામમાં ધોધમાર 35 મી.મી. વરસાદ પડયો 1 - image

image : Freepik

- મોટા પાંચ દેવડામાં પણ 18 મી.મી. વરસાદ પડ્યો : અન્યત્ર વિરામ

જામનગર,તા.26 સપ્ટેમ્બર 2023,મંગળવાર

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે મેઘરાજાએ વિરામ રાખ્યો હતો, અને સૂર્યદેવતાનો આકરો મિજાજ જોવા મળ્યો હતો, પરંતુ કાલાવડના નવાગામમાં 35 મિ.મી. અને મોટા પાંચ દેવડામાં 18 મી.મી. વરસાદ પડ્યાના અહેવાલો મળ્યા છે.

 જામનગર જિલ્લાના કાલાવડ જામજોધપુર પંથકમાં પરમદિને રાત્રે વરસાદ નોંધાયો હતો, અને શેઠ વડાળામાં 38 મી.મી. ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. પરંતુ ગઈકાલે મેઘરાજાએ સમગ્ર જિલ્લામાં વિરામ રાખ્યો હતો.

 એક માત્ર કાલાવડ તાલુકાના નવાગામમાં ધોધમાર 35 મી.મી. વરસાદ પડી ગયો હતો, જ્યારે મોટા પાંચ દેવડામાં પણ 18 મી.મી. વરસાદ પડી ગયો હોવાના અહેવાલો વહીવટી તંત્ર દ્વારા જાણવા મળી રહ્યા છે. જોકે અન્યથા મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. આજે અગ્નિવર્ષા થઈ રહી છે.

 જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી જયારે મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 30 થી 35 કિ.મી ની ઝડપે રહી હતી.


Google NewsGoogle News