જામનગર શહેર–જિલ્લામાં પાના ટીંચતી 14 મહિલા સહિત 35 જુગારીઓ ઝડપાયા

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
જામનગર શહેર–જિલ્લામાં પાના ટીંચતી 14 મહિલા સહિત 35 જુગારીઓ ઝડપાયા 1 - image


શ્રાવણ મહિનો પૂર્ણતાને આરે હોય ત્યારે છેલ્લા સમયમાં પણ જુગારી તત્વો પોતાનું નશીબ અજમાવવા તત્પર બન્યા હોય તેમ જુગાર ખેલી રહ્યા છે. ત્યારે પોલીસતંત્ર પણ સતર્ક બન્યું છે. જામનગર શહેર તેમજ જિલ્લામાં જુગારના જુદા જુદા સાત દરોડાઓ પાડી 14 મહિલા સહિત 35 જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી 65 હજારની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે.

જામનગરના ગોકુલનગર રડાર રોડ પર સાયોનાવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલ ટીનાબેન નાનજીભાઈ વાઘેલા, અજીબેન કારાભાઈ આંબલિયા, સવિતાબેન હસમુખભાઈ રાઠોડ, ભોજાભાઈ રણમલભાઈ બડિયાવદરા, સુરેશભાઈ ઉર્ફે અમિતભાઈ નરશીભાઈ જોરીયા, છગનભાઈ કાનજીભાઈ પરમાર સહિત છ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રૂા. 4880 કબ્જે કર્યા છે. જ્યારે શહેરના તાળિયા હનુમાન પાસે અબાળા ચોકમાં જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ સરોજબેન મોહનભાઈ પરમાર, બિંદીયાબેન મેરૂભાઈ દલસાણી, પ્રભાબેન લાખાભાઈ રાઠોડ, મંજુબેન ભવાનભાઈ, સમજુબેન અરજભાઈ ડોસાણીયા, ભાનુબેન દિલીપભાઈ, કાજલબેન હિતેષભાઈ અને હિનાબેન ધર્મેશભાઈ ગોહિલ નામની આઠ મહિલાને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 2680 કબ્જે કર્યા છે.

આ ઉપરાંત જામનગર નજીકના હાપા ખાતે કાર્તિક સ્વામીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલ ભાનુબેન ગગુભાઈ ગોહિલ, નંદુબેન બાબુભાઈ દેસામા અને ગીરીબેન રાજારામ સૂર્યવંશી નામની ત્રણ મહિલાને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 1050 કબ્જે કર્યા હતા. તેમજ જોડિયા નજીક આવેલ જડેશ્વર મહાદેવ મંદિર પાસે ગંજીપાના વડે જુગાર રમી રહેલ પ્રવીણસિંહ બેચુભા જાડેજા, હુસેન કાસમભાઈ શેખ, જયપાલસિંહ જિતુભા જાડેજા, અજયસિંહ જશુભા સોઢા અને સલીમ યુસુફભાઈ ખેરાણી સહિત કુલ પાંચ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 10,720 કબ્જે કર્યા છે.

જ્યારે જામનગરના રોઝી પેટ્રોલ પંપ પાસે જ્યોત ટાવર નામના એપાર્ટમેન્ટના પાર્કિંગના જુગારમાં રોન પોલીસ નામનો જુગાર રમી રહેલ દીપક ગેનીભાઈ બોહરા, ચેતમાન દીલેટમટા નેપાળી, ગોવિંદ હીરાસીંગ, બીરેન્દ્ર લાલ બહાદૂર લુહાર, બીરહા અમરભાઈ બોહરા અને સજન દલભાઈ બોહરા નામના છ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 14,400 કબ્જે કર્યા છે. જ્યારે જામજોધપુર તાલુકાના કોટડા બાવિસી ગામે પાદરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ નીતિન દિનેશભાઈ જગડ, રસિક લાલજીભાઈ દેદાણિયા, અક્ષય જોષી, જીતેશ ગોરધનભાઈ કટારિયા નામના ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 10,230 કબ્જે કર્યા છે. જ્યારે દરોડા દરમ્યાન નીતિન બાબુભાઈ દેદાણિયા, મીત જગડ, મેરામણ સાગઠિયા, રાહુલ ભીખુભાઈ મારૂ નામના ચાર શખ્સો ફરાર થઈ જતા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત લાલપુર તાલુકાના નાના ખડબા ગામે સરકારી શાળાની બાજુમાં જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ સીરાજશા જુમાશા સરવદી, અકબરશા રમઝાનશા સરવદી અને અલ્ફેઝશા મામદશા સરવદી નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા. 10,230 કબ્જે કર્યા છે.


Google NewsGoogle News