જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણિયા જુગાર રમતા 13 મહિલા સહિત 33 ઝડપાયા
Jamnagar Gambling Crime : જામનગર શહેર તેમજ જિલ્લામાં ગઈકાલે પોલીસ દ્વારા જુગાર અંગેના જુદા-જુદા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં જામનગર શહેર, ધ્રોલ, જામજોધપુર, પડાણા સહિતના વિસ્તારોમાં કુલ 6 દરોડા પાડયા હતા. જેમાં 13 મહિલા સહિત કુલ 33 જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી 38 હજાર ઉપરાંતની રોકડ સહિતની માલમત્તા કબ્જે કરવામાં આવી છે.
જામનગરમાં મોહનનગર આવાસની બાજુમાં ઢાળિયો ઉતરતા પહેલી શેરીમાં મહિલાઓ દ્વારા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ દરોડો પાડયો હતો. જ્યાં તીનપતી નામનો જુગાર રમી રહેલ ધર્માબેન મિતેષભાઈ ગોસ્વામી, દીપાબેન મયૂરભાઈ ગોસ્વામી, પાયલબા રામદેવસિંહ પરમાર, સજનબા વિક્રમસિંહ સોઢા, ગીતાબેન મનહરદાસ કાપડી, વૈશાલીબેન પરેશભાઈ ગોસ્વામી અને માલતીબેન નારણભાઈ રામાવત નામની સાત મહિલાઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.10,420 કબ્જે કર્યા હતા. આ ઉપરાંત શેઠવડાળા ગામે સુથાર શેરીમાં પાના ટીંચી જુગાર રમી રહેલ કીર્તિબેન જખરોભાઈ વાઢેર, સાજીબેન માલદેભાઈ કાંબરિયા, સરસ્વતિબેન રાજેશભાઈ ડઢાણિયા, જયાબેન મનસુખભાઈ લાલકિયા, હંસાબેન વલ્લભભાઈ રાજગોર અને આશાબેન ભરતભાઈ દવે નામની 6 મહિલાઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.970 કબ્જે કર્યા હતા.
આ ઉપરાંત ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમતા મહેશ રામજીભાઈ ગડારા, દેવશી ટપુભાઈ ગડારા, આંબાલાલ ગાંડુભાઈ ગડારા, હરખાભાઈ મૂળજીભાઈ સંતોકી, ગંગારામભાઈ ખીમજીભાઈ ભીમાણી, પદુવીરસિંહ પ્રવીણસિંહ જાડેજા અને સિધ્ધરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા નામના સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.10,250 કબ્જે કર્યા હતા. જ્યારે મેઘપર પડાણાના મોટી ખાવડી ગામે આંબાવાડી વિસ્તારમાં આવેલ હાઈસ્કૂલ પાસે જાહેરમાં ગંજીપના વડે જુગાર રમતાં ગજેન્દ્ર પરસોત્તમભાઈ પરમાર, મૂકેશ મોતીભાઈ વાજા અને અખિલેશ સુરેન્દ્રસિંહ નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.2940ની કબ્જે કરી હતી. આ ઉપરાંત ધ્રોલ ખાતે પટેલ સમાજ સામે ગોદડિયા વાસમાં જાહેરમાં રોન પોલીસ નામનો જુગાર રમતાં ભરત કિશોરભાઈ ગોદડિયા, અફઝલ ગફારભાઈ કટારિયા અને સંજય બાબુલાલ ચોરાસી નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.970 કબ્જે કર્યા હતા.
જ્યારે મેઘપર પડાણાના જાખર ગામના પાટિયા પાસે શિવશકિત નામની દુકાનની પાછળ જુગારનો અખાડો માંડી હારજીત કરી રહેલા પ્રબીર સહદેબ સરકાર, અજય સુરીન્દર લોહાર, જાગીરચંદ કિશનચંદ, ચંદનસિંહ વિરેન્દ્રબહાદુરસિંહ ઠાકુર, રામજી રાજપતિ પાસવાન, ઈન્દ્રજિત માટીલાલ દત્તા અને જયેન્દ્રસિંહ રણજિતસિંહ ચુડાસમા સહિત સાત શખ્સોને પોલીસે ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.12,490 કબ્જે કર્યા હતા.