Get The App

જામનગર પંથકમાં વિજળીએ 1મહિલા સહિત ત્રણનો ભોગ લીધો, એકની હાલત ગંભીર

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
જામનગર પંથકમાં વિજળીએ 1મહિલા સહિત ત્રણનો ભોગ લીધો, એકની હાલત ગંભીર 1 - image


Image Source: Freepik

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં મંગળવારે સાંજે પડેલા ગાજવીજ સાથેના વરસાદે વીજળીના કારણે બે માનવીઓનો ભોગ લીધો છે. ત્યારે જામનગર તાલુકાના દોઢીયા ગામની યુવતીનું વરસાદી વીજળી પડવાથી મૃત્યુ નીપજ્યું છે, જ્યારે 18 વર્ષનો એક યુવક દાઝયો છે.

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામના એક ખેડૂત તેમજ નરમાણા ગામમાં પર પ્રાંતીય શ્રમિક યુવાન પર વીજળી પડવાથી બંનેના અંતરિયાળ મૃત્યુ નિપજ્યા છે. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કિરીટ સિંહ મનુભા ઝાલા નામના ૫૫ વર્ષના ખેડૂત કે જેઓ પોતાની વાડીમાં બપોરે 4:30 વાગ્યાના અરસામાં ખેતી કામ કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓ ઉપર એકાએક વરસાદી વીજળી પડી હતી, અને ભડથું થવાથી તેઓનું અંતરિયાળ મૃત્યુ નીપજ્યું છે.

જામજોધપુરના મામલતદાર દ્વારા આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં શેઠ વડાળા પોલીસે બનાવના સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત જામજોધપુર તાલુકા ના નરમાણા ગામમાં પણ વરસાદી વીજળીએ એક શ્રમિકનો ભોગ લીધો છે. નરમાણા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા દેવરખીભાઈ અરજણભાઈ ડાંગર નામના ખેડૂતની વાડીમાં રહીને ખેતી કામ કરતાં મૂળ ઉત્તર પ્રદેશના વતની મગનભાઈ દલુભાઈ ભુરીયા આદિવાસી (ઉંમર વર્ષ 30) નામના પરપ્રાંતિય શ્રમિક યુવાન પર બપોરના સમયે એકાએક આકાશી વીજળી પડી હતી, અને ભડથું થવાના કારણે તેનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજ્યું હતું. જામજોધપુરના નાયબ મામલતદાર ચાલુ વરસાદે બનાવના સ્થળે નદી પાર કરીને પહોંચ્યા હતા, તેમજ શેઠ વડાળા પોલીસની મદદ લીધી છે.

જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતી અને ખેતી કામ કરી રહેલી નિમિષાબેન નામની 30 વર્ષ ની શ્રમિક યુવતી નું વીજળી પડવાથી દાજી જતાં સ્થળ પરજ કરુણ મૃત્યુ નીપજયું છે.

આ ઉપરાંત તેની સાથે ખેતી કામ કરી રહેલો અલ્પેશ નામનો 18 વર્ષનો યુવક ગંભીર સ્વરૂપે દાજી ગયો હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફ્લો દોડતો થયો છે.


Google NewsGoogle News