જામનગરના ત્રણ શખ્સો બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી એક કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
જામનગરના ત્રણ શખ્સો બનાસકાંઠાના અમીરગઢ ચેકપોસ્ટ પરથી એક કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા 1 - image


Drugs in Gujarat : સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ આચારસંહિતાની અમલવારી કરવામાં સમગ્ર તંત્ર કમર કસી રહયું હતું. દરમિયાન તમામ જગ્યાએ દારૂ તેમજ ડ્રગ્સ જેવી નપ્રવૃતિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે રાજસ્થાનને જોડતી સરહદ પરથી જામનગરના ત્રણ શખ્સો એક મોટરકાર મારફતે ગુજરાતમાં ઘૂસ્યા હતા. જેને બનાસકાંઠા નજીકની ચેક પોસ્ટ પાસે રોકવામાં આવ્યા હતા, અને કારની તલાસી લેતાં તેમાંથી એક કરોડ ઉપરાંતની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી મુદામાલ કબ્જે કરી ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલાં બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ ચેકપોસ્ટ ઘણી બધી બાબતો માટે ચર્ચાઓમાં રહેતી હોય છે. આ ચેકપોસ્ટ પરની પોલીસે જાહેર કર્યું છે કે, એક કારમાંથી 1,720 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે. આ કાર જામનગર પાસિંગ ધરાવે છે. રાજસ્થાનથી આવી રહેલી આ કારમાં સવાર ત્રણેય શખ્સો જામનગરના છે. ડ્રગ્સના આ જથ્થાની કિંમત રૂ.1.07 કરોડ આંકવામાં આવી છે, અને આ ડ્રગ્સ મેફેડ્રોન હોવાનું જાહેર થયું છે. આ શખ્સોએ આ ડ્રગ્સ કયાંથી, કોની પાસેથી લીધું, અને ક્યાં લઈ જવામાં આવતું હતું વગેરે વિગતો તપાસમાં ખૂલી શકે. 

અમીરગઢ પોલીસના જણાવ્યા અનુસાર, આ શખ્સોના નામ ઈસરાક આરિફ બલોચ (65) અમન સોસાયટી, કાલાવડ નાકા બહાર, જામનગર, સોહેલ ઓસમાણ સંધિ નદીપા, ત્રણ દરવાજા પાસે, જામનગર, અને અસલમ અબ્દુલસતાર દરજાદા (શિશુ વિહારવાળી શેરી, લીમડા લાઈન, જામનગર). એવું માનવામાં આવે છે કે, આ શખ્સો અજમેર તરફથી આવી રહ્યા હતા. આ ક્રેટા કારનો નંબર જીજે 10–ડી.જે.3448- છે. જેમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું હોય પોલીસે કાર અને ડ્રગ્સ વગેરે મળી કુલ રૂ.1,16,49નો મુદ્દામાલ કબજે લીધો છે. આ ત્રણેય શખ્સો વિરુદ્ધ એનડીપીસી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર અને ડ્રગ્સનો નાતો ઘનિષ્ઠ અને પુરાનો છે. સમગ્ર હાલાર પંથક ડ્રગ્સ અને દાણચોરી મુદ્દે દાયકાઓથી કુખ્યાત છે.

તપાસમાં વધુ એક આરોપીનું નામ ખૂલ્યું

ડીસા પોલીસે 1 કરોડના માદક દ્રવ્યો સાથે ઝડપાયેલા જામનગરના ત્રણ શખ્સોના પરિવારજનોના બેંક ખાતાઓની વિગતો મેળવી પૂછપરછ કરતા આંગડીયા પેઢી મારફત રૂ.9 લાખ મોકલાવ્યાની વિગતો સામે આવી છે. જે બાદ પોલીસ તપાસમાં જામનગરના જ વધુ એક શખ્સ જુનેદ અબ્દુલ રઝાક ચૌહાણ (રે. પીલુડીફળી)નું નામ ખૂલ્યું છે. આ શખ્સ હજુ સુધી પકડાયો નથી. જેથી જામનગર તેમજ ડીસા પોલીસ તેને શોધી રહી છે.


Google NewsGoogle News