Get The App

ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી 4 મિનિબસ સહિત 28 વાહનો ડીટેઇન કરાયા

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી 4 મિનિબસ સહિત 28 વાહનો ડીટેઇન કરાયા 1 - image


Traffic rules: જામનગર શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નિયંત્રણમાં રાખવા અને ટ્રાફિક નિયમોના ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇવમાં ગઈકાલના દિવસ દરમિયાન સાત રસ્તા સર્કલ અને સમર્પણ સર્કલ ખાતે ગેરકાયદેસર પેસેન્જર બેસાડતા વાહન ચાલકો અને ટ્રાફિકને અડચણ રૂપ થાય તે રીતે પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 28 વાહનોને ડીટેન કરવામાં આવ્યા હતા. 

ટ્રાફીક નીયમો ભંગ કરતા 4 બસ, 24 ઇકો મળી કુલ 28 જેટલા વાહનો ટ્રાફિકના જુદા જુદા નિયમોનો ઉલ્લંઘન કરવા બાબતે ડીટેઇન કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, વન-વે નિયમોના ઉલ્લંઘન બદલ લાલ બંગલા સર્કલ ખાતે વાહન ચાલકો પાસેથી રૂ. 32,100નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત,જામનગર શહેર વીસ્તારમાં વન-વે નો સખત અમલ કરાવવા સારૂ જામનગર કમાન્ડ એન્ડ કંટ્રોલના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. પી.પી.જાડેજા દ્વારા લાલ બંગલા સર્કલથી તુલસી હોટલ સુધી રોંગ સાઇડમાં આવતા 50થી વધુ વાહન ચાલકો સામે ઇ-મેમો જનરેટ કરી દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે ખાનગી બસો, ઇકો અને ઓટો રિક્ષા ચાલકો સાત રસ્તા સર્કલ અને સમર્પણ સર્કલ ખાતે ટ્રાફિકને અડચણ રૂપ પાર્કિંગ ન કરે. તમામ વાહન ચાલકોને પોતાની અને પોતાના પરિવારની સલામતી માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવા જણાવ્યું છે.

આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર એમ.બી. ગજ્જર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની જાહેરાત કરી છે.


Google NewsGoogle News