જામનગર જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં ત્રણ મહિલા સહિત 28 શખ્સની અટકાયત
જામનગર જિલ્લામાં વધુ જુદા જુદા પાંચ સ્થળોએ પોલીસે શ્રાવણીયા જુગાર
પર દરોડા પાડ્યા છે. જેમાં જુગાર રમતી ત્રણ મહિલા સહિત 28 શખ્સની રૂપિયા 89 હજારની
રોકડ રકમ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.
પ્રથમ દરોડાની પ્રાપ્ત વિગત મુજબ જામનગરના દરેડ
ગામે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા અનિલ દિલીપસિંહ સોલંકી,
સુરેશ સામતભાઈ ભરવાડ, કનકબા નારૂભા રાઠોડ, શિતલબા જયપાલસિંહ જાડેજા અને ઉમાબેન
જયેશભાઈ દૂધરેજિયા નામની ત્રણ મહિલા સહિત પાંચ શખ્સની પોલીસે રૂા. 11,340 ની રોકડ સાથે અટકાયત કરી હતી.
બીજા દરોડામાં જામજોધપુરના ડેરી આંબરડી ગામે
જાહેરમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતાં તીનપતી નામનો જુગાર રમતા હેમંત
દેવાણંદભાઈ કદાવલા, વિક્રમ રામદેભાઈ પીપરોત્તર, મનસુખ જેસાભાઈ પીપરોત્તર, રમેશ જેસાભાઈ
પીપરોત્તર, ભરત પરબતભાઈ પીપરોત્તર અને અરવિંદ
માલદેભાઈ કદાવલા નામના ૬ શખ્સને શેઠવડાળા પોલીસે રૂા. 10,420ની રોકડ સાથે ઝડપી લીધાં હતા.
ત્રીજા દરોડામાં કાલાવડના પીઠડિયા ગામે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતાં દેવરાજ ગાંડુભાઈ ભંડેરી, પીન્ટેશ છગનભાઈ ભંડેરી, સંજય વલ્લભભાઈ ડાંગરિયા, મનોજ રણછોડભાઈ આણદાણી અને કાંતિભાઈ ઝીણાભાઈ કપૂરિયા નામના પાંચ શખ્સને કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રૂા. 14,900ની રોકડ સાથે ઝડપી લીધાં હતા.
ચોથા દરોડામાં જોડિયાના રામગઢ ગામ તરફ જતા રસ્તે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતાં હરેશ ભીમજીભાઈ હોથી, ચંદ્રેશ હરેશભાઈ હોથી, દામજી માધવજીભાઈ હોથી, ઠાકરશી ડાયાભાઈ ચનિયારા અને મનસુખભાઈ હીરાભાઈ હોથી નામના પાંચ શખ્સને પોલીસે રૂા. 31,210ની રોકડ સાથે ઝડપી લીધાં હતા.
પાંચમા દરોડામાં જામજોધપુરના અમરાપર ગામ તરફ જતાં રસ્તે જાહેરમાં ગંજીપતાના પાના વડે તીનપતી નામનો જુગાર રમતા ભાવેશ સવદાસભાઈ ખુંટી, લખમણ ડુલાભાઈ મેર, રમેશ રાજાભાઈ ઓડેદરા, માંડાભાઈ બુધાભાઈ રાઠોડ, અશોક ભીખુભાઈ ઓડેદરા, રામભાઈ અરશીભાઈ સિસોદિયા અને દેવાભાઈ ભીમાભાઈ ઓડેદરા નામના સાત શખ્સને પોલીસે રૂા. ર૧,૩પ૦ની રોકડ સાથે ઝડપી લીધાં હતા.