જામનગર જિલ્લામાં જુગારના 6 દરોડામાં 27 જુગારીઓ ઝડપાયા : રૂ.76,100ની રોકડ કબ્જે
Jamnagar Gambling News : જામનગર શહેર તેમજ જિલ્લામાં શ્રાવણિયા જુગારના ગઈકાલે વધુ 6 દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં જામનગર શહેર તેમજ જામજોધપુર, લાલપુર, ધ્રોલ સહિતના વિસ્તારોમાં જુગારના દરોડા પાડી કુલ 27 શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી 67 હજાર ઉપરાંતની રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે.
જામનગરના પટેલનગર શેરી નંબર 3માં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જ્યાં જુગાર રમી રહેલા પ્રશાંત જેન્તીભાઈ ગોહિલ, જયદીપ રમેશભાઈ વાઘેચા, લાલજી મનજીભા વાઘેલા અને મનોજ જેન્તીભાઈ વાઘેલા સહિત ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.10,600 કબ્જે કર્યા છે.
આ ઉપરાંત જામનગર તાલુકાના મોટી લાખાણી ગામે વાછરા ડાડાના મંદિર પાસે જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલ શકિતસિંહ લખુભા જાડેજા, કૃષ્ણપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ બળવંતસિંહ જાડેજા, મહાવીરસિંહ સતુભા જાડેજા, જયપાલસિંહ જાડેજા, હરપાલસિંહ હકુભા જાડેજા અને પૃથ્વીરાજસિંહ સબળસિંહ જાડેજા સહિત સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.13,350 કબ્જે કર્યા છે.
જ્યારે ધ્રોલ ખાતે આવેલ વાળંદ શેરીમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ અકરમશા હમીદશા શાહમદાર, શાહનવાઝ ફારૂકભાઈ નાગાણી, સોયબ સતારભાઈ ડોસાણી નામના ત્રણ શખ્સોને રોકડ રૂા.10,150 સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જ્યારે જામજોધપુરના જામસખપુર ગામે જૂના રેલવે સ્ટેશન પાસે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમતા મહેશ માધવજીભાઈ ભાલોડિયા, મેહેન્દ્રભાઈ અમરદાસ હરિયાણી, હસમુખભાઈ મોહનગીરી ગોસ્વામી અને ભરતભાઈ ભગવાનજીભાઈ હિંગરાજિયા નામના ચાર શખ્સને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.10,240 કબ્જે કર્યા છે. આ ઉપરાંત જામનગરના સાધના કોલોનીમાં એલ 111 ના બિલ્ડીંગના પાર્કિંગમાં ગંજીપના વડે જુગાર રમતા હરિશ મૂળજીભાઈ પરમાર, રાજુ નારણભાઈ શુકલા, કરણ રાજેશભાઈ શુકલા અને અશ્વિન પરસોતમભાઈ ગોરખતરીયા નામના ચાર શખ્સને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.4340ની કબ્જે કર્યા છે.
આ ઉપરાંત લાલપુર તાલુકાના મોટા ભરુડિયા ગામે પાદરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલ ક્રિપાલસિંહ વનરાજસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ રાવુભા જાડેજા, ખુમાનસિંહ રતુભા જાડેજા નામના ચાર શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂા.18,500 કબ્જે કર્યા છે. જ્યારે આ દરોડા દરમ્યાન ડાયાભાઈ કરંગિયા નામની વ્યકિત નાશી જતાં તેઓને ફરાર જાહેર કર્યા છે.