Get The App

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા 1404 આવાસ પૈકીના બ્લોકનાં 71 અને 72 ના 24 ફ્લેટનું ડીમોલેશન કરાયું

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા 1404 આવાસ પૈકીના બ્લોકનાં 71 અને 72 ના 24 ફ્લેટનું ડીમોલેશન કરાયું 1 - image


Demolition in Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે 1404 આવાસમાં બ્લોકનાં 71 અને 72 બે બ્લોક ખાલી કરાવાયા હતા, જેને સંપૂર્ણપણે ખાલી કરાવાયા પછી તેના પર બપોર બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું, અને બંને બિલ્ડીંગોને જમીનદોસ્ત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી.

મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ બે બ્લોકમાંથી માલસામાન ખાલી કરાવ્યા પછી પીજીવીસીએલની ટીમને બોલાવીને બંને બિલ્ડીંગના વિજ જોડાણ કટ કરાવી તેમાં લગાવેલા વીજ મિટર વગેરે ઉતરાવી લીધા હતા, તેમજ મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇનના કનેક્શન કટ કરી લેવાયા હતા.

ત્યાર પછી જેસીબી મશીનની મદદ વડે બન્ને બિલ્ડીંગને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા, અને આસપાસના બિલ્ડીંગમાં કોઈ નુકસાની ન પહોંચે, તેમજ અન્ય કોઈ રહેવાસીઓને નુકસાની ન થાય, તેની તકેદારી રાખીને ડીમોલેશન કાર્ય હાથ ધર્યું હતું.

સાથો સાથ ઉપરોક્ત વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવાયો હતો.  આ ઉપરાંત અન્ય જર્જરીત બિલ્ડીંગોને પણ ધીમે ધીમે ખાલી કરાવાઈ રહ્યા છે, અને તે બિલ્ડિંગોને પણ તોડવા માટેની પ્રક્રિયા ક્રમશઃ હાથ ધરવામાં આવશે.


Google NewsGoogle News