12-જામનગર લોકસભાની બેઠક પર ભાજપ-કોંગ્રેસ સહિત 24 ઉમેદવારોએ નામાંકનપત્રો ભર્યા
Image: Facebook
લોકસભા- ૨૦૨૪ ની ૧૨- જામનગર લોકસભા ની બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાના આજે અંતિમ દિવસે ભાજપ અને અપક્ષ સહિતના ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્ર ભર્યા હતા, અને ભાજપ- કોંગ્રેસ તેમજ અપક્ષ સહિત કુલ ૨૪ ઉમેદવારી પત્ર રજૂ થયા છે.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પૂનમબેન માડમે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે, જેઓની સાથે બ્રિજરાજસિંહ જાડેજા દ્વારા પણ ભારતીય જનતા પાર્ટી વતી ડમી ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત અગાઉ કોંગ્રેસ પાર્ટી તરફથી જે.પી. મારવીયા દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરાયું હતું, તેઓની સાથે વિરેન્દ્રસિંહ ટેમુભા જાડેજા (દિગુભા)એ પણ ડમી ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.
આ ઉપરાંત બહુજન સમાજવાદી પાર્ટીમાંથી બે ઉમેદવારી પત્ર રજૂ થયા છે, તેમજ વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી, રાષ્ટ્રીય મહા સ્વરાજ ભૂમિ પાર્ટી, તથા અપક્ષ ઉમેદવારો સહિતના કુલ ૨૪ ઉમેદવારીપત્ર રજૂ થયા છે.
આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે, ત્યારબાદ સોમવાર તારીખ ૨૨.૪.૨૦૨૪ સુધીમાં ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની મુદ્દત છે. ત્યારબાદ ૨૩ મી તારીખથી ૧૨- જામનગર લોકસભાની બેઠકના ઉમેદવારો નું આખરે ચિત્ર સ્પષ્ટ થશે.