Get The App

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 2138 વીજ ગ્રાહકોએ નાણા નહીં ભરતાં વીજ જોડાણ કટ કરાયા

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 2138 વીજ ગ્રાહકોએ નાણા નહીં ભરતાં વીજ જોડાણ કટ કરાયા 1 - image

જામનગર,તા.28 માર્ચ 2024,ગુરૂવાર

હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની વર્તુળ કચેરી દ્વારા બાકી રોકાતા વીજબીલના નાણાની વસુલાત માટે જુદી જુદી પાંચસો ટુકડીઓને દોડતી કરાવાઈ છે, અને બાકી રોકાતી રકમ વસૂલવા માટેની ઝુંબેશને વેગવંતી બનાવી છે, જેના ભાગરૂપે 2138 વિજ ગ્રાહકએ પોતાના વીજબિલના અંદાજે એક કરોડ 44 લાખ જેટલા નાણા ભરપાઈ કર્યા ન હોવાથી તેઓના વીજ જોડાણ કટ કરી નાખવામાં આવ્યા છે.

 ગત તા 23.3.2024 થી 27.3.2024 ના ચાર દિવસના સમયગાળા દરમિયાન 500 થી વધુ ટીમોને હાલારના બંને જિલ્લાઓમાં દોડતી કરાવવામાં આવી હતી, જે પૈકી 19,111 વિજ ગ્રાહકોએ અંદાજે પાંચ કરોડ 20 લાખની રકમ ભરતભાઈ કરી દીધી હતી. 

આજે તારી ગઈકાલ તારીખ 28.3.2024 ની સ્થિતિ મુજબ હજુ 39.84 કરોડની વસૂલાત બાકી છે ત્યારે 31 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન બાકી રોકાતી રકમ ભરપાઈ કરી દેવા પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.


Google NewsGoogle News