જામનગર શહેરમાં ટ્રાફિક શાખાનો સપાટો: ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરી રહેલી 21 ઇકો કાર ડિટેઇન કરાઇ
image : Freepik
- શહેરમાં 122 જેટલા વાહન ચાલકો સામે કરાયેલા ટ્રાફિક નિયમન ભંગ અંગેના કેસોમાં 68,300 નો દંડ વસુલાયો
જામનગર,તા.૩૦ જાન્યુઆરી 2024,મંગળવાર
જામનગર શહેરમાં ટ્રાફિક નિયમનનો ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક શાખાએ તવાઈ બોલાવી છે, તેમ જ ગેકાયદે મુસાફરોની હેરાફેરી કરી રહેલા વાહકો સામે પણ લાલ આંખ કરી છે. જે અનુસાર ગઈકાલે જામનગરના સાત રસ્તા સર્કલ સહિતના વિસ્તારના શહેરની ટ્રાફિક શાખાએ વિશેષ ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી, અને 21 ઇકો કાર ડીટેઇન કરી લેવાઇ છે. આ કાર્યવાહીથી ગેરકાયદે રીતે મુસાફરોની હેરાફેરી કરતા વાહન ચાલકોમાં ભારે નાશભાગ મચી ગઈ હતી.
આ ઉપરાંત જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરીને કુલ 122 વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરી છે, અને તેઓ પાસેથી રૂપિયા 68,300 નો હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો છે.