જામનગર- ખંભાળિયા બાયપાસ પાસે પગપાળા ચાલીને જઈ રહેલા બે યુવાનોને બોલર ચાલકે ઠોકરે ચડાવી ઇજાગ્રસ્ત બનાવ્યા

Updated: May 21st, 2024


Google NewsGoogle News
જામનગર- ખંભાળિયા બાયપાસ પાસે પગપાળા ચાલીને જઈ રહેલા બે યુવાનોને બોલર ચાલકે ઠોકરે ચડાવી ઇજાગ્રસ્ત બનાવ્યા 1 - image


 જામનગર નજીક ખંભાળિયા બાયપાસ રોડ પર  પગ પાળા ચાલીને જઈ રહેલા બે યુવાનોને પાછળથી આવી રહેલી બોલેરો પીકપ વેન ના ચાલકે ઠોકરે ચડાવતાં બંનેને ફ્રેક્ચર સહિતની ઇજા થઈ છે. જે અકસ્માત અંગે બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.

જામનગર નજીક ખંભાળિયા બાયપાસ રોડ પર થી પરમદીને સવારે ૪.૩૦ વાગ્યાના અરસામાં પગપાળા ચાલીને જઈ રહેલા રવિભાઈ કાળુભાઈ રાઠોડ તેમજ કમલેશભાઈ નરેશભાઈ હકાણી ને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે.-૬ એ.ઝેડ. ૬૯૮૯ નંબરની બોલેરો પિકઅપ વેન ના ચાલકે ઠોકરે ચડાવતાં બન્નેને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ હતી, અને તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 આ અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત ના ભાઈ મયુરભાઈ કારાભાઈ રાઠોડે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં બોલેરો પીકઅપ વેન ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News