જામનગર નજીક બેડીના દરિયામાં ગેરકાયદે માછીમારી કરી જિલ્લા કલેકટરના જાહેરનામાંનો ભંગ કરનારા બે માછીમારો પકડાયા
image : Filephoto
Jamnagar News : જામનગર જિલ્લાના દરિયામાં ચોમાસાની સિઝનને લઈને દરિયામાં માછીમારી કરવા માટેનો પ્રતિબંધ છે, અને તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલું છે. તેમ છતાં જામનગરના બેડી વિસ્તારમાં રહેતા બે માછીમારો બેડી નજીકના દરિયામાં માછીમારી કરવા માટે ગયા હોવાથી પોલીસ દ્વારા બંને માછીમારની સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
બેડી વિસ્તારમાં રહેતા અકબર અબ્દુલભાઈ કેર તેમજ બેડી નવી મસ્જિદ પાસે રહેતા મહમદ હુસેનભાઇ કેર કે જે બંને જાહેરનામાના ભંગ કરીને માછીમારી કરવા માટે દરિયામાં ઊતર્યા હોવાથી બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેઓની અટકાયત કરી લેવાઇ છે.