Get The App

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર કારમાં બે વયોવૃદ્ધ મિત્રો સજોડે ઝેરી દવા પી લીધી, પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર કારમાં બે વયોવૃદ્ધ મિત્રો સજોડે ઝેરી દવા પી લીધી, પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ 1 - image


Jamnagar Suicide Case : જામનગરમાં શરૂ સેક્સન રોડ પર ગોલ્ડન સીટી નજીક એક કારમાં બે વયોવૃદ્ધ મિત્રોએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં બંનેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. સમગ્ર મામલામાં પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શરૂ સેક્શન રોડ ગોલ્ડન સીટી વિસ્તારમાં સરલાબેન આવાસ પાસે પાર્ક કરેલી એક કારમાં અશોક વિપુલભાઈ ધોકિયા અને પરબતભાઈ ગોજીયા નામના બે મોટી ઉંમરના મિત્રો, કે જેઓએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં બંને બેશુદ્ધ અવસ્થામાં કારમાં પડ્યા હતા.

જામનગરમાં શરૂ સેક્શન રોડ પર કારમાં બે વયોવૃદ્ધ મિત્રો સજોડે ઝેરી દવા પી લીધી, પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઇ 2 - image

આ અંગેની જાણકારી મળતાં તેઓને તાત્કાલિક અસરથી 108 નંબર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને બંને હાલ બેશુદ્ધ અવસ્થામાં સારવાર મેળવી રહ્યા છે. આ બનાવની જાણ થતાં સીટી સી. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને કારમાંથી ઝેરી દવાની બે બોટલ કબજે કરી છે, અને સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. બંને મિત્રોના પરિવારજનોને જાણકારી મળવાથી તેઓ પણ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા છે. પોલીસ આ મામલે તેના પરિવારજનોની પૂછપરછ કરી રહી છે.


Google NewsGoogle News