જામનગરમાં મકાનમાં સંતાડવામાં આવેલો 192 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો પકડાયો : આરોપી ફરાર

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
જામનગરમાં મકાનમાં સંતાડવામાં આવેલો 192 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો પકડાયો : આરોપી ફરાર 1 - image

image : Freepik

Jamnagar Liqour Crime : જામનગરમાં ટીટોડી વાડી વિસ્તારમાં એક મકાનમાં ઇંગલિશ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 192 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો કબજે કર્યો છે, જ્યારે દારૂનો ધંધાર્થી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર ટીટોડી વાડી વિસ્તારમાં રહેતા તનવીર અબ્દુલ બ્લોચ નામના શખ્સ દ્વારા પોતાના મકાનમાં બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવીને સંતાડ્યો છે, તેવી માહિતી સિટી એ. ડિવિઝનના ડી.સ્ટાફને મળી જતાં ગઈકાલે મોડી રાત્રે ઉપરોક્ત મકાન પર પોલીસે દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન મકાનમાં સંતાડવામાં આવેલો 192 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂ પોલીસે કબજે કરી લીધો છે, જ્યારે મકાન માલિક તનવીર બ્લોચ ભાગી છૂટ્યો હોવાથી તેને ફરાર જાહેર કરાયો છે. જેને પોલીસ શોધી રહી છે.


Google NewsGoogle News